એકલવ્ય સોસાયટીમાં પતિએ પત્ની અને પાંચ મહિનાની પુત્રીને માર માર્યો
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે આવેલી એકલવ્ય સોસાયટીમાં પતિએ પત્ની અને પાંચ મહિનાની માસુમ પુત્રીને મારમારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ અવધના ઢાળીયા પાસે આવેલી એકલવ્ય સોસાયટીમાં રહેતા સગુણાબેન રાહુલભાઇ ધમર (ઉ.વ.35) અને તેની પાંચ મહિનાની પુત્રી હેતલ ગઇકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે પતિ રાહુલે કોઇ કારણસર ઝઘડો કરી માતા-પુત્રીને ઢીકા પાટુનો મારમારતા બંનેને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસેને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
દુધસાગર રોડ પર યુવાનને ધોકાથી ફટકાર્યો
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર શેરી નં.3માં રહેતો મોઇન મુસતાકભાઇ ગામેતી (ઉ.વ.23)નામનો યુવાને ગઇકાલે સાંજે ચુનારવાડ ચોક પાસે પાવર હાઉસ નજીક હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
