માધાપર ચોકડી પાસે રહેતી પરિણીતાને પતિએ માર માર્યો
કોર્ટ મેરેજ કર્યા બાદ અમુક મહિનામાં છૂટાછેડા લઇ લીધા, પતિએ માફી માંગતા ફરી તેમની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા
માધાપર ચોકડી પાસે ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતી મીનલબેન (ઉ.વ.33)એ પતિ મહેશ મગનભાઈ મેર વિરૂૂધ્ધ મારઝુડ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્રાસ આપ્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે 2022માં જૂનાગઢના યુવક સાથે લગ્ન થયા બાદ ત્રણેક મહિના પછી છૂટાછેડા લઈ લીધા હતા. 2018માં લો કોલેજમાં અભ્યાસ દરમિયાન આરોપી સાથે પરિચય થતાં 2023માં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. પતિએ ત્રાસ આપવાનું શરૂૂ કરતાં 2023માં છૂટાછેડા લીધા હતા.
ત્યાર પછી પતિએ માફી માંગી લેતાં અને હવે હેરાન નહીં કરે તેવી ખાત્રી આપતાં 2024માં ફરીથી કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન પતિ અવાર-નવાર કોઈ મહિલા સાથે વાતચીત કરતો હોવાની શંકા જતાં પૂછતાં ઝઘડો કરી મારઝુડ કરતો હતો. તેની સાથે કામ કરતાં પિયુષભાઈ અને અન્યોએ પણ પતિને સમજાવ્યા હતા.ગઈ તા.15ના રોજપતિન અન્ય મહિલા સાથે વાત નહીં કરવા સમજાવતાં છરી લઈ કહ્યું કે તું મને ગમતી નથી, તને જાનથી મારી નાખીશ. બાદમાં તેને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી તે વખતે સિવીલમાં સારવાર લીધી હતી. બાદમાં પતિ વિરૂૂધ્ધ અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.