અલ્કાપુરીમાં માવતરે ગયેલી પત્ની સાથે માથાકૂટ કરી પતિએ સોડા-બોટલના ઘા કર્યા
શહેરના રૈયા રોડ પર સદગુરૂ કોમ્પલેક્ષની સામે આવેલા અલ્કાપુરી મેઇન રોડ પર શેરી નં પ મા માવતરનાં ઘરે આવેલી પત્નીને દરવાજો ખોલવાનુ કહી પતિએ માથાકુટ કરી હતી અને સોડા - બોટલનાં ઘા કરી મકાનની બારીમા નુકસાન કર્યુ હતુ.
આ મામલે ગાંધીગ્રામ પોલીસે એનસી ગુનો નોંધી આરોપીને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.
આ ઘટનામા જીવરાજ પાર્ક પાસે આકૃતિ એપાર્ટમેન્ટમા રહેતા નમ્રતાબેન પ્રિતેશભાઇ ગોટેચા (ઉ.વ. 33) એ પોતાની ફરીયાદમા તેમના પતિ પ્રિતેશ અલ્પેશભાઇ ગોટેચા (ઉ.વ. ર3) નુ નામ આપતા તેમના વિરુધ્ધ કલમ 3ર4 (4) હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો.
આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા તપાસ ચલાવી રહયા છે.
નમ્રતાબેને પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે ઘરકામ કરે છે અને તેણીનાં લગ્ન પ્રિતેશ સાથે થયા હતા બાદમા પ્રિતેશ માથાકુટ કરતો હોય જેથી પોતે પોતાનાં માવતરે રૈયા રોડ પર સદગુરૂ કોમ્પલેક્ષની સામે અલ્કાપુરી ખાતે રહેવા આવી ગઇ હતી.
આ સમયે પતિ ત્યા આવીને કહયુ કે તુ દરવાજો ખોલ જેથી દરવાજો ન ખોલતા થોડીવારમા પ્રિતેશ ઉભો રહીને ત્યાથી જતો રહયો હતો અને થોડીવાર પછી ફરીથી માતાનાં ઘર પાસે આવી ખાલી સોડા બોટલનાં ઘા કરી ડેલી અને બારીમા નુકસાન કર્યુ હતુ.