ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પતિ-પત્નીના ઝઘડામાં બાળકને ત્રીજા માળેથી ફેંકવા પ્રયાસ

05:22 PM May 27, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાત્રે રૂંવાટા ઊભા કરી દેતો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં, માતાનું કાઉન્સેલિંગ કર્યુ

Advertisement

રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં ગઈકાલે સાંજે એક હચમચાવી નાખે એવી ઘટના બની હતી. એમાં એક માતાએ પોતાના જ બાળકને આવાસ યોજનામાં ત્રીજા માળની છત પરથી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ બાળકના પિતા સમયસર પહોંચી ગયા હતા અને બાળકને બચાવી લીધો હતો.આ ઘટના ગૃહ કંકાશને કારણે થઈ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.આ ઘટનાનો લાઇવ વીડિયો વાઇરલ થતાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, ગઈકાલે સાંજે રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં અવિશ્વસનીય ઘટના બની હતી. એમાં એક હિન્દી ભાષી મહિલા પોતાના નાના બાળકને લઈ આવાસ યોજનાની છત પર પહોંચી હતી.ત્યાં તેણે કોઈ અગમ્ય કારણોસર બાળકને છત પરથી નીચે લટકાવી દીધું હતું.આ દૃશ્ય જોઈને નીચે હાજર રાહદારીઓ અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

આ દૃશ્ય જોઈને નીચે હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે મહિલાએ તેમની બૂમો સાંભળી નહોતી. સદનસીબે મહિલાના પતિ ત્યાં સમયસર પહોંચી ગયા હતા અને તેમણે તાત્કાલિક ઉપર જઈને બાળકને ખેંચી લીધું હતું.એના કારણે બાળકનો જીવ બચી ગયો હતો.એક રાહદારીએ પણ આ ઘટના જોઈને તાત્કાલિક મદદ માટે દોટ મૂકી હતી. જોકે રાહદારી પહોંચે એ પહેલાં જ બાળકના પિતાએ તેને બચાવી લીધું હતું.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

આ ઘટના બાદ મહિલાને માલવિયાનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.એમાં મહિલાએ જણાવ્યું હતું કે તે બાળકને માત્ર ડરાવી રહી હતી, જોકે આ નિવેદન કેટલું સાચું છે એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના બનવાના થોડા સમય પહેલા જ તેમને પતિ સાથે ઝઘડો થયો હતો.આ ઘટનામાં મહિલાના પતિએ પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું અને તેમણે ફરિયાદ નહીં કરવાનું કહ્યું હતું.આ ક્વાર્ટરના માલિક શારદાબેને જણાવ્યું હતું કે આ યુપીનો પરિવાર છેલ્લા એક વર્ષથી મારા જ ક્વાર્ટરમાં ભાડે રહે છે.અત્યાર સુધી ક્યારેય પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થયો હોય એવું ક્યારેય બન્યું જ નથી.જોકે આ ઘટના સામે આવતાં જ મેં તેમને આજે સાંજ સુધીમાં ક્વાર્ટર ખાલી કરવાનું કહ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsvideo viral
Advertisement
Advertisement