સાવરકુંડલાના ગાધકડાની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર
અવશેષો એકઠા કરી ફોરેન્સિક પીએમમાં મોકલાયા
.1
સાવરકુંડલા તાલુકાના ગાધકડાની સીમમાથી ગઇકાલે એક માનવ કંકાલ મળી આવ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ અહી દોડી ગઇ હતી અને માનવ કંકાલના અવશેષો એકઠા કરી ફોરેન્સિક પીએમ માટે મોકલાયા હતા.
માનવ કંકાલ મળી આવ્યાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામની સીમમા બની હતી. આ અંગેની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા અરવિંદભાઇ રવજીભાઇ ડાભીએ સાવરકુંડલા રૂૂરલ પોલીસ મથકમા જાણ કરી હતી કે અહી એક માનવ કંકાલ પડયુ છે. જેને પગલે પોલીસ અહી દોડી ગઇ હતી. આ માનવ કંકાલ ઘણા સમય પહેલાનુ હોય ફકત છુટા છવાયા હાડકા પડયા હતા.
પોલીસે હાડકા એકઠા કરી ફોરેન્સિક પીએમ માટે મોકલી અપાયા હતા. બાદમા મૃત્યુનુ કારણ જાણવા મળી શકશે.
અહી માનવ કંકાલ પરથી શર્ટ, પેન્ટ, ચિલમ, દવાની ટીકડીઓના ખાલી પેકેટ નંગ-3, ચલણી સિક્કા રૂૂપિયા 5ના ત્રણ તેમજ તમાકુ પણ મળી આવી હતી. પોલીસે મુદામાલ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ આગળની ધોરણસરની તપાસ પીઆઇ પી.એલ.ચૌધરી ચલાવી રહ્યાં છે.
