અપૂર્વ રેસિડેન્સીની રૂપિયા 3.45 લાખની ચોરીમાં ટાબરિયો પકડાયો
જામનગરના શરૂૂ સેક્સન રોડ પર ના એક એપાર્ટમેન્ટ ના ફ્લેટમાંથી થોડા દિવસ પહેલા રૂૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના સોનાના ઘરેણા ની ચોરી થવા આપી હતી, આ ગુનાની તપાસ કરતા પોલીસ ટુકડી એ આખરે એક આરોપી ને ઝડપી લઇ ચોરી નો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગર મા શરૂૂ સેક્શન માર્ગે , અપૂર્વ રેસીડેન્સી મા પાંચ માળે રહેતા આશુતોષ સિંહ કુશવાહા નાં ઘરમા કોઈ તસ્કરો એ પ્રવેશી રૂૂમમા રહેલ તીજોરી માથી અલગ અલગ સોનાના દાગીના કુલ વજન 95 ગ્રામ કી.રૂૂ.3,45,000 ચોરી કરી લઈ ગયા હતા.આ અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવાઈ હતી, જે ગુન્હો ડીટેક્ટ કરવા માટે પોલીસ ઈન્સપેકટર પી.પી.ઝા ના માર્ગ દર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ગઈકાલ તા. 8/09/24 ના રોજ ઉપરોક્ત ગુન્હો શોધી કાઢવા સર્વેલન્સ સ્કોર્ડની ટિમ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફ ને ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે અપુર્વ રેશીડેન્શી પાસે બનાવવાળી જગ્યાની આજુ-બાજુ એક ઈસમ શંકાસ્પદ લાગતા જે સી.સી.ટી.વી ફુટેજમા આવેલ તેના વીડીઓ તથા ફોટા પાડી તેની તપાસ કરતાં મજકુર બાવરી હોવાનુ જાણવા મળ્યું હતું.
આથી ખાનગી બાતમીદારો મારફત વધુ તપાસ કરી કરાવતાં ઉપરોક્ત સગીરવય નો ટાબરીયો બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે દીક્જામ સર્કલ પાસે રહેતો હોવાનુ જાણવા મળ્યું હતું.તેના મામા વીક્કી ડાભી જે દીગજામ સર્કલ પાસે રહે છે. તેની પાસે ઉપરોક્ત ગુનાના કામે ચોરી થયેલું સોનુ છે, અને તે સોનુ પોતે વહેચવા નીકળે છે, અને હાલ તે બંશી હોટલ પાસે પુલ નીચે ઉભો છે. જે હકીકતના આધારે તપાસ કરતાં વીક્કી રણછોડભાઈ ડાભી ( ઉ.વ 22 ધંધો મજુરી રહે દીજામ સર્કલ બાવરીવાસ જામનગર) વાળો મળી આવ્યો હતો.
જેની અંગઝડતી કરતા તેના ખીસ્સા માથી એક રૂૂમાલ બાંધેલ પોટલી મળી આવી હતી. જે પોટલી ખોલી જોતા તેમા સોનાના દાગીના જોવામા આવેલાં. જે સોનાના દાગીનાની માલીકી હોવાનુ કોઈ આધાર પૂરાવો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ જે આધારે મજકુરની યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરતાં તેનો ભાણેજ ટાબરીયો ઉપરોક્ત સોનુ કોઈના ઘરેથી ચોરી કરેલું છે, તેવુ જણાવી આ સોનુ તેણે આપ્યા નું કબુલ્યું હતું.
પોતે જો વેચવા નીકળશે, તો તેની ઉમર નાની હોવાથી બધા તેને ઓળખી જશે, જેથી આ આ સોનુ મને એકાદ બે દીવસ સાચવી રાખી બાદ આ સોનુ બજારમા વેચી નાખવા માટે આપેલ હતુ. તેવી કબુલાત આપતાં આરોપી પાસેથી ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલાં સોનાના દાગીના કી.રૂૂ. 3,45,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.