For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેમ છો લાલાભાઈ મજામાં?, કહેતા યુવાન પર ઉશ્કેરાયેલા પિતા-પુત્રની ધોલધપાટ

04:45 PM Sep 30, 2024 IST | Bhumika
કેમ છો લાલાભાઈ મજામાં   કહેતા યુવાન પર ઉશ્કેરાયેલા પિતા પુત્રની ધોલધપાટ
Advertisement

કોઠારિયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા કૈલાશપાર્ક શેરી નં. 4 માં રહેતા મુકેશ નરશીભાઈ દાણિધારિયા નામના 37 વર્ષના યુવાને પોતાની ફરિયાદમાં લાલાભાઈ અને તેમના પુત્ર ધવલ ઉર્ફે મયુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે મુકેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરના સમયે અંદાજિત દોઢેક વાગ્યે મુકેશભાઈએ લાલાભાઈને પોન કરી કહ્યું કે, કેમ છો લાલાભાઈ મજામાં તો લાલાભાઈએ સામેછેડેથી જણાવ્યું કે હું હમણા થડે જઈને તને ફોન કરીશ ત્યાર બાદ બે વાગ્યે લાલાભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે હું હુડકો શાકમાર્કેટમાં આવી ગયો છું તો તુ થડે આવ. ત્યાર બાદ મુકેશ પોતાનું એક્સેસ લઈ લાલાભાઈના થડે હુડકો શાકમાર્કેટમાં મળવા ગયો હતો અને ત્યાં થડા પર લાલાભાઈ અને તેમનો દિકરો ધવલ હાજર હતાં.

ત્યાં ફરી આ મુકેશે લાલાભાઈને કહ્યું કે, કેમ છો લાલાભાઈ મજામાં તવેામાં લાલાભાઈ ઉશ્કેરાયા અને તેઓએ મુકેશના બન્ને હાથ પકડી અને તેમના દિકરા ધવલને કહ્યું કે, લાકડી લઈલે તેમ કહેતાની સાથે આ ધવલે મુકેશને લાકડી લઈને માથાના ભાગે તેમજ શરીરે બેફામ માર માર્યો હતો. ત્યાર બાદ મુકેશ બુમાબુમ કરવા લાગતા ત્યાર બાદ પિતા-પુત્રએ મુકેશને છોડી મુકતા મુકેશ એક્સેસ ત્યાં જ મુકીને રિક્ષામાં બેસી હોસ્પિટલે પહોંચ્યો હતો. આ મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement