પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી ઉપર હુમલો કરનાર વધુ બેનો વરઘોડો કાઢયો
05:57 PM Jan 02, 2025 IST | Bhumika
રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરતભાઇ ગઢવીની હત્યામા તાજના સાક્ષી તરીકે જુબાની આપનારના ભાઇ સહીતના ત્રણ વ્યકિત પર ખુની હુમલો કરવામા આવ્યો હતો. આ ઘટનામા કોઠારીયા ગામ ગોકુલપાર્ક શેરી નં 3 મા રહેતા અને મજુરી કામ કરતા રમેશ દેવરાજભાઇ ગજેરાની ફરીયાદ પરથી આરોપી રાજા જાડેજા સહીત 9 શખ્સો સામે ગુનો નોંધવામા આવ્યો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસના પીઆઇ સરવૈયા અને ટીમે વધુ બે આરોપી મિલન બાવાજી અને ચીરાગ ઉર્ફે બકાલીને પકડી લઇ જાહેરમા વરઘોડો કાઢી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.
Advertisement
Advertisement