હોટેલ સંચાલકની કાર ભગવતીપરાના શખ્સે વેચાણથી લઇ ગયા બાદ પૈસા ન આપતા ફરિયાદ
વેચાણ કરાર કર્યા બાદ પૈસાની સગવડ ન થતા કરાર રદ કર્યા, વાયદા કરી કાર પરત ન આપતા ફરીયાદ નોંધાવી
150 ફૂટ રિંગ રોડ માટેલ સોસાયટી શેરી.3માં રહેતા અભીષેકભાઈ સુરેશભાઈ પાનસોરા (ઉ.વ-25)ની ભગવતીપરાના સુખસાગર હોલ પાસે શ્રી રામ પાર્કમાં રહેતા બાવાશા યાશીનશા પઠાણે વેચાણ કરી લઇ ગયા બાદ વેચાણ કરાર રદ કરી કાર પરત આપવાના બદલે પડાવી લેતા વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાઈ હતી.
અભિશેકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી છ મહિના પહેલા મારે સ્વીફ્ટ ગાડી વેચવી હોય જેથી મીત્ર મેહુલભાઇ બારોટને વાત કરેલ હતી જેથી આશરે બે-ત્રણ દીવસ બાદ તા.07/04ના રોજ રાત્રીના મેહુલભાઈ બારોટ મારી યુનિ.રોડ પર આવેલ માધવ હોટલ ખાતે આવેલ અને મને કહેલ કે તમારી સ્વીફ્ટ ગાડી મારા મીત્ર બાવાશા યાશીનશા પઠાણને લેવી છે. જેથી તમારી ગાડી આપો જેથી આ બાવાશા પઠાણને બતાવી દઉં અને કાલે સવારે આપણે ચર્ચા કરી નોટરી કરાર કરી નાખીએ તેમ કહી મારી સ્વીફ્ટ ગાડી આ મેહુલભાઇ બારોટ અમારી માધવ હોટલ ખાતેથી લઇ ગયેલ અને બીજા દીવસે હુ મારા બનેવી રામકુભાઇ તથા મારા મીત્ર મેહુલભાઈ બારોટ અને બાવાસા યાશીનશા પઠાણ એમ ચાર લોકો ભેગા થયે લ અને વાત-ચીત થયેલ કે ગાડી વેચાણ પેટે રૂૂ.80,000/- રોકડા આપવાના અને ગાડી પરની લોનના હપ્તા હવે પછી ખરીદનાર બાવાશા પઠાણએ ભરવાના રહેશે અને આ બાવાશા પઠાણને હુ ઓળખતો ના હોય જેથી મારી ગાડીના હપ્તા ભરવાથી લઇને ઉપરોક્ત વેચાણના રૂૂ.80,000/- આપવાની અને ગાડી બાવાશા પઠાણના નામે ટ્રાન્સફરના થઇ જાય ત્યા સુધીની સંપુર્ણ જવાબદારી મારા મીત્ર મેહુલભાઇ બારોટે લેતા મે મારી સ્વીફ્ટ ગાડી વેચાણ કરારથી તા.08/04ના બાવાશા પઠાણને સોપી હતી. બીજા દિવસે મીત્ર મેહુલભાઈ એ સ્વીફ્ટ ગાડી વેચાણ પેટેના રૂૂ.30,000/- રૂૂપીયા ગુગલ-પે થી મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ અને બાકી રહેતા વેચાણ પેટેના રૂૂ.50,000/- બે-ત્રણ દીવસમા ટ્રાન્સફર કરાવી દેશેનુ જણાવેલ જે બાદ આશરે ચારેક મહીના સુધી મેહુલભાઈ તેમજ બાવાશા પઠાણ બન્નેએ માત્ર વાયદાઓ આપેલ પરંતુ વેચાણના બાકી રહેતા પૈસા આપેલ નહી.
ચારેક મહીના સ્વીફ્ટ ગાડીના હપ્તા ભર્યા બાદ ગત બે મહીનાથી બાવાશા પઠાણએ ગાડીના હપ્તા ભરવાનુ બંધ કરી દેતા આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બાવાશા વિરુધ્ધ અરજી આપેલ હોય જેથી આ બાવાશાએ મને જણાવેલ કે મારી પાસે વેચાણ પેટેના બાકી રહેતી રકમ કે ગાડીના હપ્તા ભરવાના રૂૂપીયા છે નહી જેથી આપણે વેચાણ કરાર રદ કરી નાખીએ અને જેથી પોલીસ સ્ટેશન ખાતે કરેલ અરજી પરત ખેંચી લેવાની શરતો સાથે સ્વીફ્ટ ગાડી વેચાણ કરાર તા.13/09ના રોજ રદ કરેલ તેમ છતા આ બાવાશા યાશીનશા પઠાણ નાઓ એ મારી માલીકીની સ્વીફ્ટ ગાડી પરત ન કરતા અંતે તેમની સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
