દેણું ચૂકવવા હોટલ સંચાલકે 40 લાખનો બોગસ મેડિક્લેઈમ મુક્યો
વીમા કંપનીના થર્ટ પાર્ટી નિરિક્ષણમાં ભાંડો ફૂટ્યો, વીમા પોલીસી ધારક, તબીબિ અને સમર્પણ હોસ્પિટલના જવાબદારો સામે ગુનો નોંધાયો, ફીઝીયોથેરાપીસ્ટ તબીબની ધરપકડ
શહેરના જામનગર રોડ વ્હોરા સોસાયટી પાસે રહેતાં અને ઘર નજીક ચાની હોટલ ચલાવતાં 30 વર્ષના હોટલ સંચાલક ઉપર દેણું થઇ જતા દેણું ઉતારવા માટે 40 લાખનો મેડીક્લેમ મેળવવા પોતાને પેરેલિસીસની અસર થઇ ગઇ હોય તેવા સારવારના ખોટા રિપોર્ટ ઊભા કરી તેના ફિઝીયોથેરાપીસ્ટ તબીબ અને સમર્પણ હોસ્પિટલના સ્ટાફની મદદથી કાવતરું રચી 40 લાખનો મેડીક્લેમ કર્યો પરતું વિમા ક્લેઈમની ખરાઈ થડે પાર્ટી એજન્સીએ કરેલ નિરીક્ષણમાં ભાંડો ફૂટી જતા આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં વીમા પોલીસી ધારક અને તબીબી તેમજ સમર્પણ હોસ્પિટલના સ્ટાફ સામે ફરિયાદ નોંધાતા આ મામેલ પોલીસે તપાસ કરી ફિઝીયોથેરાપીસ્ટ તબીબની ધરપકડ કરી તપાસ શરૂૂ કરી છે.તપાસમાં હજુ પણ અન્યોની સંડોવણી ખુલે તેવી શક્યતા છે.
મળતી વિગતો મુજબ અમદાવાદ પ્રહલાદનગર ગ્રીન એકર્સ ઇ-503માં રહેતાં અને શ્યામલ ક્રોસ રોડ પર ફિનીક્સ એક્યોરન્સ પ્રા.લિ. કંપનીઓ માટે થર્ડ પાર્ટી ચકાસણી એજન્સીમાં થર્ડ પાર્ટી વીમા ઓડિટીંગનું કામ કરતાં ડો. રશ્મિકાંત જયંતિલાલ પટેલ (ઉ.વ.38)ની ફરિયાદ પરથી રાજકોટના જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે વ્હોરા સોસાયટી પાસે એમ્પાયર- કેવલમ કિંગડમ-202 ખાતે રહેતા મયુર કરસનભાઈ છુછાંર (ઉ.વ.30), તેના મિત્ર ફિઝીયોથેરાપીસ્ટ માધાપર ચોકડી પાસે રહેતા ડો. અંકિત હિતેષભાઇ કાથરાણી તથા રાજકોટની સમર્પણ હોસ્પિટલના જવાબદાર સ્ટાફ અને તપાસમાં ખુલે તેની સામે બોગસ મેડીકલેઇમ પોલીસી ઉભી કરી ખોટા કાગળો રજૂ કરી રૂૂ. 40 લાખનો વીમો પકાવી લેવાનું કાવત્ર ઘડી છેતરપીડી કરવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધ્યો છે.
ડો. રશ્મિકાંત પટેલ અમદાવાદની ફિનીક્સ એસ્યોરન્સ કંપનીમાં સ્થાપક અને એમડી તરીકે ફરજ બજાવે છે અને મેડીક્લેઇમના ડોક્યુમેન્ટની ખરાઈ તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનનું કામ સંભાળે છે.તેમની કંપની આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપની વીરસાવરકર માર્ગ સિધ્ધી વિનાયક મંદિર પાસે પ્રભાદેવી મુંબઇનો છેલ્લા દસ વર્ષથી વીમા ક્લેઇમની ચકાસણીનો કોન્ટ્રાક્ટ છે. ડો. ડો. રશ્મિકાંત પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 6/5/24ના રોજ મને આઇસીઆઇસીઆઇ કંપની મુખ્ય તરફથી રાજકોટના વીમા પોલીસી ધારક મયુર કરસનભાઈ છુંછાર (ઉ.વ.30) દ્વારા 40 લાખના વીમા ક્લેમનું વેરિફિકેશન કરવાનું હોય જેની વિગતો મળતા તેમની ટીમે જરૂૂરી ચકાસણી શરૂૂ કરી હતી. દાવેદારનું નામ, તેને કઇ બિમારી હતી? કઈ હોસ્પિટલમાં દાખલ થયેલ? તે સહિતની વિગતો મને ઇ-મેઇલથી મોકલવામાં આવી હતી. સાથે આધારકાર્ડ, પાનકાર્ડ, પોલીસી કોપી, ક્લેઇમ કોપી, સી-કેવાયસી ફોર્મ, શ્રી સમર્પણ હોસ્પિટલ રાજકોટનું દર્દીનું ઇન્ડોર કેસ પેપર, રાજકોટ સિવિલ હોસ્પિટલ સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં પેશન્ટે કરાવેલા એમઆરઆઈના રિપોર્ટ, સદગુરૂૂ લેબોરેટરીના બ્લડ રિપોર્ટ, ડિસ્ચાર્જ સમરી, હોસ્પિટલનું તથા મેડિકલનું બિલ વગેરે સામેલ હતા.
આ બધા કાગળોની તપાસ અને અભ્યાસ કરતાં ખબર પડી હતી કે ડો. મનોજ સીડા (એમડી ફિજીશીયન)એ પોતાના કેસ પેપરમાં જણાવ્યું હતું કે દર્દી મયુર છુંછારને શરીરમાં જમણી બાજુ પેરાલીસીસની અસર જોવા મળે છે. પરંતુ સમર્પણ હોસ્પિટલના કેસ પેપરમાં ચોક્કસ નિદાન લખેલું ન હોતું. તેમજ દર્દીએ એમઆરઆઇ રિપોર્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઇમેજીંગ સેન્ટરમાં કરાવેલ હતો. ત્યાં કોઇ ઓપીડી થયાના કાગળો સામેલ ન હોતાં. એમઆરઆઇ કરાયા બાદ દર્દીએ સમર્પણ હોસ્પિટલમાં સારવાર લીધી હતી તથા ક્લેઇમ ડોક્યુમેન્ટમાં સામેલ સદગુરૂૂ લેબોરેટરીના રિપોર્ટમાં સમય તા 17/4/24ના સવારે 11:43નો બતાવેલ હતો. જ્યારે સમર્પણ હોસ્પિટલમાં દર્દીનો દાખલનો સમય તા. 17/4/24ના સાંજના 8.00 કલાકનો બતાવેલ, જેમાં ડો. મનીજ સીડાના ક્ધસલ્ટેશન પેપરમાં ડોક્ટરે બ્લડ ટેસ્ટ પ્રીસ્ક્રીપ્શન સલાહ કરેલ છે. પરંતુ ને રિપોર્ટ સદ્દગુરૂૂ લેબોરેટરીમાં 17/4/24ના સવારે 11:43 કલાકે થઈ ચુક્યા હતાં.
જેથી તપાસ કરનાર એજન્સીને શંકા ઉપજતી હતી. તેમજ દર્દી મચુર છુંછારનો એમઆરઆઇ રિપોર્ટ જોતાં તેમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઇ અને સ્ટોકની અસર થયેલ છે તેમ જણાવેલ હોઇ અને રિપોર્ટની નીચે રેડીયોલોજીસ્ટની સહી છે પરંતુ સહી કરનાર રેડીયોલોજીસ્ટ ડોક્ટરનું નામ રિપોર્ટમાં લેખલું નહોતું, જેથી વધુ શંકા ઉપજી હતી કે આ રિપોર્ટ ખોટા બનાવાયા છે. બાદ તા. 31/5/24ના ડો. રશ્મિકાંત તથા રાજદિપ પરમાર દર્દી મયુર છછારના ઘરે તપાસ કરવા જવું હોઇ તેને ફોન કરી ત્યાં ગયા ત્યારે. મયુર લંગડાતો ઘરમાં ચાલતો હતો. તેની પુછપરછ કરતા તેણે કહેલું કે હું ક્રિકેટ રમતો હતો ત્યારે ચક્કર આવતાં મેં રાજકોટ સહયોગ ઈમેજીંગ સેન્ટરમાં એમઆરઆઇ કરાવેલ. બાદમાં સમર્પણ હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ રહ્યો હતો. મને પેરાલિસીયની અસર છે અને હાલ આરામ કરવાની ડોક્ટરે સલાહ આપી છે જેથી હું ઘરે આરામ કરુ છું.
તેના ઘરે એક વ્યક્તિ મયુરને પકડીને ચલાવતો હતો તેનો વિડીયો અમે ઉતાર્યો હતો. એજન્સીને તપાસના જરૂૂરી ફોર્મ ભરવાના હોઇ કસરત કરાવનાર તબીબે પોતે ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર અંકિત હિતેષભાજી કાથરાણી હોવાનું જણાવ્યું હતું. પોતે 150 રીંગ રોડ પર હાઇટેક ફિઝીયોથેરાપીસ્ટ સેન્ટર ચલાવતો હોવાનું કહ્યું હતું. ક્લેઇમ અંગેના ફોર્મ ડો. અંકિતે મયુરભાઈ કોઈના ટેકા વગર હરીફરી શકતા નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. કોઇની મદદ વગર કપડા બદલી શકતા નથી આ બધી વિગતો ડો. અંકિતે ફોર્મમમાં ભરી હતી અને સાક્ષીમાં પોતાની સહી કરી હતી. જેથી શંકા જતાં ડો. રશ્મિકાંત અને ડી. રાજદીપ પરમાર મયુર છુછારના પરની બહાર ચારેક કલાક સુધી ખાનગીમાં કારમાં છુપાઇને બેઠા હતાં. ત્યારબાદ સાંજે છએક વાગ્યે મયુર ઘરેથી મોટરસાઇકલ લઇને નીકળ્યો હતો જેથી તેનો પીછો કરતા તે એકાદ કિ.મી. દુર રજવાડી ટી સ્ટોલ આવતા મયુરે ત્યાં સાઇડમાં તેનું બાઇક ઉભું રાખેલું અને તે હોટલે ગયો હતો. ત્યાં ચા બનાવવા લાગ્યો હતો. જેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં અમે તેની પાસે ગયા હતાં અને કહ્યું હતું કે મયુર તું હવે પકડાઇ ગયો છો, જે સાચું હોય તે કહી દે; જેથી તેણે કહેલુ કે ઉભા રહો સાહેબ, મારા વીમાના કાગળો ડો. અંકિતે કર્યા છે હું તેમને બોલાવું તેમ કહી ફોન કરતાં ડો. અંકિત આવી ગયેલ. ડો. અંકિતે બોલો શું કરવાનું છે? એવું અમને પુછતાં અમે કહેલું કે મયુરે પેરાલિસીસની હકિકન ખોટી જણાવી છે. અમે તેનો વિડીયો ઉતારી લીધો છે.
આથી ડો. અંકિતે કંઇક પતાવટ કરી એ પછી મચુર અને અંકિત થોડે દૂર જઈ થયો કરી પાછા અમારી પાસે આવ્યા હતાં અને અંકિતે કહેલું કે હવે મયુરને ક્લેઇમના પૈસા જોઇતા નથી. ક્લેઇમ પોલીસી વિડ્રો કરવી છે. જેથી અમે તેની પાસે લેખીતમાં વિગતો માંગતા તેણે વિડ્રો રિપોર્ટ લખી આપ્યો હતો. મયુરને દેણું થઈ ગયું હોવાથી તેણે આવું કર્યું હોવાનું કહ્યું હતું અને હવે પછી ભુલ નહિં થાય તેમ કહેતા અમે ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ સાંજે હું અને ડી. રાજદિપ સમર્પણ હોસ્પિટલમાં દર્દી મયુર છુંછાર વિશે તપાસ કરવા ગયા હતાં કે આ દર્દી અહિં દાખલ થયેલ કે કેમ? સારવાર કરનાર ડો. મનોજ સીડાને મળવાનું કહેતા રિસેપ્શન સ્ટાફે ડો. મનોજ સીડા હાજર નથી તેમ કહ્યું હતું. અમે મયુરની સારવારની ટુ કોપી માંગતા સ્ટાફે નકલ આપી હતી, જેમાં હોસ્પિટલના સહી સિકકા હતાં. કાગળો જોતાં તેમાં ડો. મેહુલ સોલંકીએ દર્દી મથુર છુંછારને પેરાલિસીસની સારવાર આપી હોઇ તેવુ લખાણ હતું. ડો. મયુર સોલંકીને મથુર છુંછારને ડાબી બાજુ પેરાલીસીસની અસર જણાઈ આવેલ અને એમઆઇબાર તથા લોહીના રિપોર્ટ કરવાની સલાહ આપી હતી. બીજી તરફ મયુરે વીમાનો દાવો કરી કાગળો રજુ કરેલા તેમાં ડો. મનોજ સીડાબે પેરાલિસીસની સારવાર કરી હોવાનું લખેલું હતું. આમ એક જ દર્દીની બે અલગ અલગ ડોક્ટરે સારવાર કરી હોઇ અને તેના કાગળો શંકાસ્પદ જણાયા હતાં.તેમ વધુમાં ડો. રશ્મીકાંત પટેલે જણાવતાં પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલે તપાસ હાથ ધરી છે.
વીમા એજન્સીના અધિકારીઓને મયુર પર શંકા ગઈ, વોચ ગોઠવી પીછો કરતા મયુર હોટેલ પર પહોંચી ચા બનાવવા લાગ્યો’તો!!!
મયુર પર વીમાના અધિકારીઓને શંકા જતા તેની પર વોચ ગોઠવી હતી અને જ્યારે મયુર ઘરેથી મોટરસાઇકલ લઇને નીકળ્યો હતો અને ત્યારે અધિકારીઓ તેની પાછળ કાર લઇને નીકળ્યા હતાં. એકાદ કિ.મી. દૂર રજવાડી ટી સ્ટોલ આવતા મયુરે ત્યાં સાઇડમાં તેનું બાઇક ઉભું રાખેલું અને તે હોટલે ગયો હતો.ત્યાં ચા બનાવવા લાગ્યો હતો.જેથી તેનો વિડીયો ઉતારી લીધો હતો.બાદમાં અધિકારીઓ તેની પાસે ગયા હતાં અને કહ્યું હતું કે મયુર તું હવે પકડાઇ ગયો છો,જે સાચું હોય તે કહી દે જેથી તેણે કહેલુ કે ઉભા રહો સાહેબ, મારા વીમાના કાગળો ડો. અંકિતે કર્યા છે હું તેમને બોલાવું તેમ કહી ફોન કરતાં ડો. અંકિત આવી ગયો હતો.ડો.અંકિતે બોલો શું કરવાનું છે? એવું અધિકારીને પુછતાં કહેલું કે મયુરે પેરાલિસીસની હકિકત ખોટી જણાવી છે. તેનો વિડીયો ઉતારી લીધો છે.આથી ડો.અંકિતે આ મામલો પતાવટ કરવાની વાત કરી હતી.
સહયોગ ઈમેજીંગ સેન્ટરના ડિરેક્ટર નીલીમા ગર્ગ પણ રિપોર્ટ જોઈ ચોંકી ઉઠ્યા!
વીમાના અધિકારીઓએ ખાનગી રાહે સિવિલ હોસ્પિટલના સહયોગ ઈમેજીંગ સેન્ટર ખાતે તપાસ કરતાં ત્યાં ડિરેક્ટર નીલીમાં ગર્ગને મળ્યા હતા અને દર્દી મયુર છુંછારનો તા.17/2/24નો એમઆરઆઇનો રિપોર્ટ બતાવી આ રિપોર્ટ તમારો સહયોગ ઇમેજીનનો છે કે કેમ? તેમ પુછતાં તેણે અહિ આવો કોઇ રિપોર્ટ થયો ન હોવાનું કહ્યું હતું. આમ સહયોગ ઈમેજીંગ સેન્ટરનો રિપોર્ટ પણ બોગસ બનાવી ખરા તરીકે વીમા પોલીસી પકવવા માટે જોડી દેવાયો હતો.એટલે કે હવે સહયોગ ઇમેજિંગ સેન્ટર દ્વારા પણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે તેવી શકયતા છે.