ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ

12:26 PM Mar 20, 2025 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂૂની પ્રવૃત્તિ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ દ્વારા પ્રોહીબિશન અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

આ દરમિયાન મંગળવારે ભાણવડ પોલીસ મથકના એ.એસ.આઈ. કેશુભાઈ ભાટિયા, જેસાભાઈ બેરા અને અજયભાઈ ભારવાડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જુદા જુદા ત્રણ સ્થળોએ ધમધમતી દારૂૂની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં ધ્રામણીનેસ વિસ્તારમાં રહેતા જયેશ કારા રબારી દ્વારા પાણીના ઝરણામાંથી દેશી દારૂૂ બનાવવા માટે રાખવામાં આવેલો 3,000 લીટર આથો તથા અન્ય એક આરોપી એવા આ જ વિસ્તારના વજુ ગલ્લા રબારી દ્વારા 2,000 લીટર આથો મળી કુલ રૂૂપિયા સવા લાખની કિંમતનો 5000 લીટર આથો પોલીસે કબજે કરી, પ્રોફોબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. જેથી બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

Tags :
crimegujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement