ધોરાજીમાં પત્નીને મારવા જતા પતિને ઠપકો આપનાર હોમગાર્ડ ઉપર હુમલો
ધોરાજીમા એસટી બસ સ્ટેન્ડમા દંપતી વચ્ચે ચાલતા ઝઘડામા મદદ માટે ગયેલા હોમગાર્ડ જવાન પર મહીલાનાં પતિએ હુમલો કરી દેતા આ મામલે હોમગાર્ડે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ ધોરાજીનાં બહારપુરા નાગનાથ મંદિર પાસે રહેતા હોમગાર્ડનાં જવાન સાગર રમેશ ચૌહાણ અને તેનાં સાથી જવાન કીશોરભાઇ સાગઠીયા ધોરાજી બસ સ્ટેન્ડ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા . ત્યારે એસટી બસ સ્ટેન્ડની અંદર બાઇક સ્લીપ થવાનો અવાજ આવતા તેઓ તે તરફ જતા હતા ત્યારે એક મહીલા તેમની પાસે દોડી આવી મદદ માગી હતી . અને તેનો પતિ તેને મારવા દોડે છે તેવુ કહયુ હતુ .
થોડીવારમા એક શખસ કુતરાને ધોકા મારવા દોડતો હતો તે ચિકાર દારુ પીધેલો હોય તેવુ લાગતુ હતુ . આ શખસને પત્નીને નહી મારવા સાગર ચૌહાણે સમજાવ્યો હતો . ત્યારે આ શખસે તારે શું છે તેવુ કહી ધોકા વડે હુમલો કર્યો હતો સાથી હોમગાર્ડ કીશોરભાઇએ વચ્ચે પડી હુમલાખોરને અટકાવ્યો હતો થોડીવારમા મોટર સાયકલ લઇને એક ભાઇ ત્યા આવ્યા હતા અને હુમલાખોરને સમજાવ્યો હતો આ બાબતે પુછતા તેનુ નામ રવી કોયાણી હોવાનુ અને તે માતાવડી વિસ્તારમા રહેતો હોવાનુ જણાવ્યુ હતુ આ બાબતે સાગરભાઇએ પોલીસમા રવી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે ફરજમા રુકાવનો ગુનો નોંધ્યો હતો.