ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પર સ્ત્રી સાથે સંબંધ રાખવાની ના પાડતા પતિએ પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી

04:19 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement

સાધુ વાસવાણી રોડ પર રહેતી પરિણીતાની પતિ તેની પ્રેમિકા અને નણંદ સામે ત્રાસ આપ્યાની ફરિયાદ

Advertisement

શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતી પરિણીતાએ પતિને પરસ્ત્રી સાથે સંબંધ રાખવાની ના પાડતા પતિએ માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી.

સાધુ વાસવાણી રોડ પર યોગેશ્ર્વર પાર્કમાં રહેતી નયનાબા અજીતભાઇ ભોજક (ઉ.વ.33)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે તેના પતિ અજીત ભીમભાઇ ભોજક, તેની પ્રેમીકા સલમા દેવેન્દ્રભાઇ કેર અને નણંદ ઇલા જયેશભાઇ ધાંધલના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા. ત્રણેક વર્ષ પહેલા તેના પતિનો પગ ભાંગી જતા ઓપરેશન આવેલું જેથી ચાર મહીનાનો ખાટલો રહેતા સલમા દેવેન્દ્ર કેર (રે.કિડવાઇનગર)વાળી દરરોજ સવારે અને સાંજે ઘરે આવતી હોય જેથી તેને શંકા જતા પતિને આ બાબતે પુછતા તેણે મારકુટ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

બાદમાં પતિને સલમા સાથે સંબંધ ઓછો રાખવાનું કહેતા પતિએ કહેલુ કે ‘ઇ મારી ઘરવાળી છે તારાથી થાય એ કરી લે’ તેમ કહી ઝઘડો કરતા હતા અને નણંદ ઇલાબેન ધાંધલ પણ ત્રાસ આપતા અને ઘરમાંથી કાઢી મુકી હતી. બાદમાં સમાધાન કરી તેડી ગયા બાદ ફરી તા.6/9ના નણંદની ચડામણીથી પતિએ ઝઘડો કરી માર મારી ઘરમાંથી કાઢી મુકતા તેણી માવતરે આવી ગઇ હતી અને દુ:ખાવો થતા સારવાર માટે હોસ્પીટલમાં દાખલ થઇ હતી. આ અંગે પોલીસે પરિણીતાની ફરીયાદ પરથી પતિ તેની પ્રેમીકા અને નણંદ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement