હિમાચલની બેંકનું સર્વર હેક: ઠગોએ 11.5 કરોડ ઉપાડી લીધા
હિમાચલ પ્રદેશ રાજ્ય સહકારી બેંકની હાટલી શાખા (જિલ્લો ચંબા) માં સાયબર છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા સાયબર ગુનેગારોએ બેંકના સર્વરને હેક કરીને માત્ર બે દિવસમાં એક ખાતામાંથી કુલ 11.55 કરોડ રૂૂપિયા ઉપાડી લીધા. આ છેતરપિંડી બેંક રજાઓના દિવસોમાં કરવામાં આવી હતી જ્યારે સામાન્ય રીતે કોઈ વ્યવહારો થતા નથી.આ ઘટના 11 અને 12 મે 2025 ના રોજ બની હતી. 11 મે ના રોજ રવિવારની સાપ્તાહિક રજા હતી અને 12 મે ના રોજ બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. આ બંને દિવસે બેંક બંધ હતી, છતાં પણ છઝૠજ અને એનઈએફટી દ્વારા વિવિધ ખાતાઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.જ્યારે બેંકને આ અસામાન્ય પ્રવૃત્તિની જાણ થઈ, ત્યારે આંતરિક તપાસ બાદ, શિમલા સાયબર સેલને તાત્કાલિક જાણ કરવામાં આવી. બેંકના મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીએ શિમલાના સદર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. આમાં, સર્વર હેકિંગ દ્વારા કરવામાં આવેલી આ છેતરપિંડીને ગંભીર સાયબર ગુનો ગણાવવામાં આવ્યો છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.