ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં એક આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

04:20 PM Nov 21, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઈ રૂૂ.32 લાખની લુંટ ચલાવ્યાના કેસમાં જેલ હવાલે રહેલા એક આરોપીને જામીન મુક્ત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટના 150 ફૂટ રીંગ પાસે શીતલ પાર્ક રોડ શહીદ સુખદેવ ટાઉન શીપ બી-1/701 માં રહેતા કમીશન એજન્ટ સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યાએ એકતા એન્ટ્રપ્રાઈઝના માલિક શૈલેશભાઈ મનસુખભાઈ દલસાણીયાને કોટન ગાંસડી ખરીદવા માટે રૂૂ.32 લાખ આપ્યા હતા. જે ભાવમા કપાસની ગાસડી ન મળતા શૈલેશભાઈએ તેના માણસ વિક્રમને રૂૂ.32 લાખ પરત આપવા બપોરના અરસામાં રેસકોર્ષ લવ ગાર્ડન પાસે મોકલ્યો હતી. સમીરભાઈ પણ રૂૂપિયા લેવા પોતાનું સ્કૂટર લઈ રેસકોર્ષ લવ ગાર્ડન ખાતે પહોંચ્યા હતા. સમીરભાઈને રૂૂપિયા ભરેલો થેલો વિક્રમે આપ્યો હતો. તે દરમિયાન બે સ્કુટરમાં ચાર શખ્સો ધસી આવ્યા હતા.

અને પોલીસની ઓળખ આપી સ્કુટરમાં અલગ અલગ સ્થળે લઈ જઈ ગાળો ભાંડી થપ્પડ મારીને રૂૂપીયા ભરેલો થેલો લુંટી લીધો હતો. પોલીસ તરીકેની ઓળખ આપનાર શાહબાઝ મોટાણી સમીરભાઈને પ્ર.નગર પોલીસ મથક લઈ આવતા ભાંડો ફૂટ્યો હતો. જે અંગે પ્રનગર પોલીસે ગુનો દાખલ કરી શાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણી, અતીક દોસ્ત મહમદભાઈ સુમરા, મહેશ ખોડાભાઈ વાઘેલા, દાનીશ ઈબ્રાહીમભાઈ શેખ, નીશાંત અશોકભાઇ બોરસદીયા અને અમીત ઉર્ફે કાનો સુરેશભાઈ ઉનડકટની ધરપકડ કરી હતી અને શાહબાઝના ઘરેથી જ રૂૂપિયા ભરેલો થેલો પણ જપ્ત કરવામાં આવતા તેમાંથી રૂૂ.22 લાખ રૂૂપિયાની જ રોકડ રકમ હતી. જેલ હવાલે રહેલા આરોપી અતીક મહમદભાઈ સુમરા, મહેશ ખોડાભાઈ વાઘેલા, દાનીશ ઈબ્રાહીમભાઈ શેખ અને શાહબાજ ઈસ્માઈલભાઈ મોટાણીએ જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી રદ થઈ હતી.

જેથી આરોપી દાનીશ ઈબ્રાહીમભાઈ શેખે પોતાના વકીલ મારફત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપી દાનીશ શેખની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવ પક્ષે હાઈકોર્ટેમા વકીલ એન. પી. પંડયા, ધ્રુવિન એ. છાયા, નીર્મીત ગોસ્વામી, કપીલ એન. સાકરીયા, અનીરૂૂધ્ધ ધાણેજા, નીલભાઈ શુકલા અને વીશાલ એમ. સોલંકી રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement