હત્યાની કોશિશના ગુનામાં આજીવન સજા પામેલા કુખ્યાત ભરત કુંગશિયાના જામીન મંજૂર કરતી હાઇકોર્ટ
શહેરના પોપટપરા વિસ્તારના ખેડૂત ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપી બે ભાઈને આજીવન કેદની સજાના હુકમ સામે કરેલી અપીલના કામે ભરત કુગસિયાને હાઇકોર્ટે જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે ફરિયાદી કલ્પેશ તેના કાકાના મિત્ર પ્રવિણભાઈની જમીનનો ભરતે કરેલા સોદામાં સાક્ષી હતો. તે જમીન સંબંધે તકરાર થઇ હતી. આ તકરાર વખતે કલ્પેશ હાજર હોવાથી તકરારનો દ્વેષભાવ રાખી તેના જામનગરથી મોરબી જતા રસ્તા પર આવેલા સેન્ટીંગના ડેલામાં ઘૂસી જઇ આરોપીઓએ તેની ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
જેમા ભરત કુગસિયાને અને તેના ભાઈ ભાવેશ કુગસિયા, જગદીશ દેવાયતભાઈ કુગશીયા, મહાવીર ચંદુભા જાડેજા, જેન્તી વાઘજીભાઈ જંજુવાડીયા અને ધર્મેશ બકુલભાઈ જંજુવાડીયા સહિત છ આરોપીઓ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતાં રાજકોટ કોર્ટે આરોપી ભરત કુગશીયા અને તેના ભાઈ ભાવેશ કુગશીયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂૂા.2.50 લાખનો દંડ તેમજ ચાર આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો. આરોપીઓ પૈકી ભરત રઘુભાઈ કુગશીયા ધ્વારા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી જામીન પર છુટવા માટે અરજી કરવામાં આવી હતી.
જે જામીન અરજી ચાલી જતા રજુઆત કરવામાં આવેલ કે આરોપીએ કોઈ હથીયાર વડે માર મારેલ હોય તેવું ચાર્જશીટ જોતા જણાય આવતું નથી કે તેવો કોઈ પુરાવો પણ મળી આવેલ નથી તેમજ આઈ.પી.સી. કલમ 307 ના કોઈ તત્વો પુરાવા જોતા જણાય આવતા નથી. ફરીયાદીને જે ઈજાઓ હતી તે ફેકચરની ઈજાઓ હતી જે ધારીયા જેવાઆ બંને કેસમાં આરોપી વિરુધ્ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજુ કરી શકેલ નથી. ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજુ રાખવામાં આવેલ હતા. ઉપરોકત બચાવ પક્ષની દલીલો, અને કાયદાકીય આધારો અને સેસન્સ અદાલતમાં રજુ થયેલ પુરાવાઓ અને જુબાનીઓ ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી ભરત કુગશીયાને બંને કેસમાં રૂૂા.10 હજારના અપીલ ચાલતા દરમ્યાન જામીન ઉપર મુકત કરવામાં આવ્યો છે.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ વિરાટભાઈ પોપટ તથા રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર રોકાયા હતા.