બગસરામાં દુષ્કર્મ કેસમાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ કરેલ અરજી હાઇકોર્ટે રદ કરી
મહિલાએ કરેલ અરજી રદ થતા ઘટનામાં નવો વળાંક આવ્યો
બે માસ પૂર્વે ધારાસભ્યના પુત્ર તથા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક મહિલા એ દુષ્કર્મ સહિતના બનાવવામાં ફરિયાદ દાખલ કરવા માટે પોલીસને અરજી કરવા છતાં ફરિયાદ દાખલ કરેલ ન હતી. જેને લીધે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટ દ્વારા પ્રથમ સુનવણીમાં જ આ અરજીને રદ કરી દેતા સમગ્ર બનાવમાં નવો વળાંક આવ્યો છે.
બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર તથા ધારાસભ્યના પુત્ર પર હની મહેન્દ્રભાઈ ધડુક નામની મહિલા દ્વારા દુષ્કર્મ, વિદેશી ગાંજા ની દાણચોરી, તેમજ ધાક ધમકી આપવાના આક્ષેપો કરેલા હતા તેમજ તેની સાથે થયેલ અન્યાય બાબતે એસ.પી. જૂનાગઢ તેમજ તાલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવેલ હતી.
પોલીસને પ્રથમ તપાસમાં કોઈ પુરાવા ન મળતા એફ. આર. આઈ. દાખલ કરવામાં આવી ન હતી જેને પગલે મહિલા દ્વારા આરોપી વિરોધ ગુનો દાખલ ન કરવા બદલ ગુજરાત સરકાર, જિલ્લા પોલીસ વડા જુનાગઢ, પી.આઇ. તાલાળા તથા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી.
હાઇકોર્ટ દ્વારા પ્રથમ સુનાવણીમાં જ આ કરવામાં આવેલી રિટ ને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકા તેમજ કાયદા સાથે સુસંગત ન હોવાથી રદ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન માસમાં આ મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને કારણે સમગ્ર અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું હતું.
હવે હાઇકોર્ટ એ આ રિટ ખારિજ કરી દેતા આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.