રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાય રે કળિયુગ, 16 વર્ષના સગીરે 14 વર્ષની સગી બહેનને ગર્ભવતી બનાવી

04:10 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો કિસ્સો સુરતના ડિંડોલી પોલીસની હદમાં બન્યો છે. જેમાં 16 વર્ષના સગીરે ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સિરીયલમાં સેક્સ રિલેટેડ સીન જોઈ સગી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. સગાભાઈએ 14 વર્ષની બહેન પર 3 વાર દુષ્કર્મ કર્યુ હતું. સગીરાને પેટમાં દુખાવો થતા પરિવારજનો તબીબ પાસે લઈ જતા ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.

ડિંડોલી પોલીસે માતાની ફરિયાદ લઈ 16 વર્ષના સગાભાઈ સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. ડિંડોલીમાં શ્રમ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા બપોરે ઘરે એકલી હતી તે સમયે મજૂરી કરીને ઘરે આવેલા 16 વર્ષના સગા ભાઈએ શરૂૂઆતમાં અડપલા કર્યા પછી સગી બહેન સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું.
ત્રણ-ત્રણ વખત સગીરા પર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી હતી. સગીરાને પેટમાં દુખાવો થયો ત્યારે માતા-પિતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીને 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. તબીબે પરિવારને સિવિલમાં લઈ જવાની વાત કરી હતી. માતા દીકરીને સિવિલમાં લાવતતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સગીર લારી પર ડિશ ધોવાનું કામ કરે છે.

નવી સિવિલમાં લઈને પાછા આવ્યા ત્યારે સગીરાએ ભાઈની ગંદી હરકતોની માતા-પિતાને વાત કરી હતી. જ્યારે માતા-પિતા મજૂરી પર જતા રહે ત્યાર પછી બહેન પર ભાઇ જબરજસ્તી કરી દુષ્કર્મ ગુજરાતો ઉપરથી બહેનને ભાઈએ ધમકી આપી કે આ બાબતે મમ્મી-પપ્પાને કહેશે તો જાનથી મારી નાખીશ.

Tags :
crimegujaratgujarat newsrapedsuratsurat news
Advertisement
Next Article
Advertisement