અપહરણ-દુષ્કર્મ કેસમાં વિધર્મી શખ્સે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી
મોરબી ખાતે રહેતા યુવાને સગીર વયની બહેન ગુમ થયા અંગેની તાલુકા પોલીસ ફરીયાદ આપી હતી. પોલીસની પ્રાથમીક તપાસ કરતા મોરબીનો રમજાન બ્લોચ નામનો શખ્સ સગીરાને લલચાવી, ફોસલાવી પોતાનું નામ છુપાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવતા પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ મુજબ ગુનો નોધી ધરપકડ કરી હતી. આરોપીની સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા ગુજરાત હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા કામમાં મૂળ ફરીયાદી તરફે જામીન અરજી સંબંધેના વાંધાઓ તથા મહત્વના ચુકાદાઓ હાજર રાખી, વિશેષ ધારદાર દલીલો કરી હતી. કોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી રદ થવાની હોઈ, જેથી આરોપીને જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.
આ કેસમાં ફરીયાદી પક્ષે વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસના વકીલ ચેતન વિઠલાપરા, સાગર સરવૈયા, વિજય વણઝારા, રીતુસિંહ, લવજી ભજગોતર, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, એમ. એમ. રાઠોડ, દક્ષાબેન બથવાર , મદદનીશ તરીકે કિશન ભીમાણી, હિરેન એસ. વિઠલાપરા, એસ. સી. વિઠલાપરા, હિરેન ખીમસુરીયા, ભાવેશ વોરા, વિનોદ ચૌહાણ અને સચિન આર. દેસાઈ રોકાયા હતા.