વિધર્મી બંધુ રાજકોટની બે સગીરાને ભગાડી નેપાળ જવાની ફિરાકમાં હતા, બંન્ને વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરો
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી સગીરાને પડધરીમાં રહેતો વિધર્મી શખ્સ ભગાડી ગયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બાદમાં સગીરાની માતા, સગીરા અને તેને ભગાડી જનાર વિધર્મી શખસ ત્રણેયના અલગ-અલગ વિડીયો સામે આવ્યા હતાં.દરમિયાન પ્ર.નગર પોલીસની ટીમે યુપીમાંથી સગીરાને શોધી કાઢી તેને ભગાડી જનાર સાહિલ નામના શખ્સને ઝડપી લીધો હતો.આ ઉપરાંત સાહિલનો કૌટુંબિક ભાઇ સમીર પણ થોરાળા વિસ્તારમાંથી સગીરાને ભગાડી ગયો હોય પોલીસે આ ચારેયને લઇ રાજકોટ પહોંચી હતી.પોલીસની તપાસમાં આ બંને શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનું ખુલતા બંને સામે પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો હતો.
વધુ વિગતો મુજબ,શહેરના રેલનગર વિસ્તાર પાસે રહેતી મહિલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં તેમની 15 વર્ષની સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ સગીરાની માતાએ મીડિયા સમક્ષની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ભાઈની હોટલમાં પડધરીમાં રહેતો સાહિલ સંઘાર નામનો શખસ કામ કરતો હોય અને તે તેમની દીકરીને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સગીરાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે પોતાની મરજીથી ગઈ હોવાનું કહેતી હોવાનું જણાઈ રહ્યું હતું.આ ઘટના ખૂબજ ચર્ચાસ્પદ બની હતી.
દરમિયાન પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીસઆઇ આઇ.એ.બેલીમ તથા ટીમ સગીરાને શોધી કાઢવા માટે તપાસમાં હોય ત્યારે એવી માહિતી મળી હતી કે, સગીરા હાલ યુપીમાં છે જેથી પોલીસની ટીમ અહીંથી યુપી રવાના થઈ હતી.અહીં યુપી નેપાળ બોર્ડર પર આવેલા પતાલા ગામ પાસેથી પોલીસે સાહિલને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી. પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, સાહીલ અહીં તેના કૌટુંબિક ભાઈ સમીર અકબરભાઈ સંઘાર (ઉ.વ 25 રહે. બાલાચડી, જામનગર) ની સાથે મળી બોર્ડર ક્રોસ કરીને નેપાળમાં ભાગી જવાની ફિરાકમાં હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં પોલીસે આ સમીરને પણ ઝડપી લીધો હતો સમીર થોરાળા વિસ્તારમાંથી સગીરાને ભગાડીને અહીં લાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું.બંને સગીરા પર દુષ્કર્મ આ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, સાહિલ સગીરાને ભગાડી ગયા બાદ તેણે તેના કૌટુંબિક ભાઈ સમીર સાથે સંપર્ક કર્યો હતો અને બંને નેપાળ બોર્ડર નજીક પતાલ ગામ પાસે તેમના સંબંધીના ઘરે રોકાયા બાદ અહીંથી નેપાળ ચાલ્યા જવાનુ નક્કી કર્યું હતું.બંને આરોપીઓ સામે દુષ્કર્મ,પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.