For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પત્નીની હત્યા કરી લાશના ટુકડા સૂટકેસમાં ભરી દીધા

11:29 AM Mar 28, 2025 IST | Bhumika
પત્નીની હત્યા કરી લાશના ટુકડા સૂટકેસમાં ભરી દીધા

Advertisement

બેંગલુરુના હુલીમાવુ વિસ્તારમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી, પછી તેના શરીરને ટુકડા કરી નાખ્યું અને તેને સુટકેસમાં ભરી દીધા હતા. આરોપીની ઓળખ મહારાષ્ટ્રના રહેવાસી રાકેશ તરીકે થઈ છે. હત્યા પછી રાકેશે પોતે તેની પત્નીના માતા-પિતાને ફોન કર્યો અને તેમને આ ભયાનક ગુના વિશે જાણ કરી. મૃતકની ઓળખ 32 વર્ષીય ગૌરી સામ્બેકર તરીકે થઈ છે.

મૃતક ગૌરી સામ્બેકરે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું હતું અને હાલમાં તે બેરોજગાર હતી. જ્યારે, રાકેશ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને ઘરેથી કામ કરતો હતો. મકાનમાલિક અને પડોશીઓના જણાવ્યા મુજબ, બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગૌરીએ રાકેશ પર ઘણી વખત હાથ પણ ઉપાડ્યો હતો. આ ઝઘડાઓથી કંટાળીને રાકેશ અંદરથી ગુસ્સે હતો.

Advertisement

અહેવાલો અનુસાર, ગુરૂૂવારે (27મી માર્ચ) બંને વચ્ચે ઝઘડો થયો હતો. દલીલ એટલી વધી ગઈ કે ગુસ્સામાં રાકેશે ગૌરીના પેટમાં છરી મારી દીધી. ત્યારબાદ તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યા પછી, રાકેશે ગૌરીના મૃતદેહને એક મોટા ટ્રાવેલ સુટકેસમાં ભરી દીધો, તેને બાથરૂૂમમાં છોડીને ભાગી ગયો. હાલમાં, પોલીસ આરોપીની શોધ કરી રહી છે અને વધુ તપાસ ચાલુ છે.

--

Advertisement
Tags :
Advertisement
Advertisement