તે મંદિરમાં ફાળો આપ્યો નથી, તું અંદર જતો નહીં, કહી આધેડ પર કૌટુંબિક ભાઇનો પાઇપથી હુમલો
રૈયાધાર પાસે મારવાડી કોલોનીમાં રહેતા સજજનભાઈ માંગીલાલ પવાર(મારવાડી કોળી) (ઉ.વ.45)ને મંદિરના ફાળા બાબતે તેમના ફઇના દીકરા ગોમારામ ઉર્ફ ઓમારામ સુઘનારામ ભાટીએ બોલાચાલી કરી ગાળો આપી પાઇપનો એક ઘા મારતા યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
સજ્જનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,બપોરના હુ મોરબીથી કામેથી મારા ઘરે આવેલો હતો અને બાદમા સાંજના હુ મારા ઘરપાસે આવેલ ચામુંડા માતાજીના મંદિરે અગરબતી કરવા જતો હતો ત્યારે ત્યા મંદિર પાસે હાજર મારા ફઇનો દીકરો ગોમારામ ઉર્ફ ઓમારામ સુઘનારામ ભાટીએ મને બોલાવેલ અને મને જણાવેલ કે તે મંદિર ના ફાળો આપેલ નથી તુ મંદિરે અંદર જતો નહી તેમ છતા હુ ચામુડા માતાજીના મંદિરે અગરબતી કરવા ગયો હતો અને અગરબતી કરીને પરત પાછો આવતો હતો.
આ સમયે ગોમારામ ત્યા મંદિર બહાર ઉભો હતો અને તેના હાથમા એક લોખંડનો પાઇપ હતો અને મને કહેવા લાગેલ કે તને ના પાડી છતા કેમ મંદિરમા અંદર ગયો તેમ કહીને આ ગોમારામ ગાળો આપવા લાગેલો હતો અને મે ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કારેલ ગયેલ અને માથામા ઉપરના ભાગે એક ધા લોખંડનો પાઇપ મારેલ અને ડાબા હાથમા કોણીથી ઉપરના ભાગે એક ધા પાઇપ નો મારેલ હતો અને મને લોહી નીકળવા લાગતા હુ રાડા રાડી કરવા લાગતા પત્ની ત્યા આવી જતા આ ગોમરામ ત્યાંથી ભાગી ગયો હતો.આ અંગે સિવિલમાં સારવાર લીધા બાદ તેમની સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
