પ્રેમિકાનું ગળું કાપી ધડ કેનાલમાં ફેંક્યું, માથું થેલીમાં ભરી ડૂબાવ્યું
ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં પોતાની ગર્લફ્રેન્ડથી છૂટકારો મેળવવા માટે વિધર્મી યુવાન મુસ્તાકે પૂજાનું ગળું કાપીને હત્યા કરી પછી તેનું ધડ કેનાલમાં ફેંક્યું અને માથું થેલીમાં ભરીને ડૂબાવ્યું હતું.
હરિયાણા પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની માહિતીના આધારે છોકરીનો માથું કાપી નાખેલો મૃતદેહ કબજે કર્યો. માથાની શોધ ચાલુ છે. મૃતકની બહેને ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
32 વર્ષીય પૂજા મંડલ નામની યુવતી સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. પૂજા નવેમ્બરમાં સિતારગંજ આવી હતી અને ત્યારબાદ ઘરે પાછી ફરી ન હતી. તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. ત્યાર બાદ બહેન પુરમિલાએ 19 ડિસેમ્બરે ગુરુગ્રામના સેક્ટર 5 પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હરિયાણા પોલીસ સતત તેની શોધ કરી રહી હતી. બુધવારે પોલીસે સિતારગંજના ગૌરીખેડાના રહેવાસી ટેક્સી ડ્રાઈવર મુશ્તાક અલીની ધરપકડ કરી. તેણે સાડા પાંચ મહિના પહેલા પૂજાનું ગળું કાપીને તેની હત્યા કરી અને તેના મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કાલી પુલિયા અંડરપાસ પરથી છોકરીનો સડેલો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
હરિયાણા પોલીસે સિતારગંજમાં ધરપકડ કરેલા મુશ્તાક અલીએ જણાવ્યું હતું કે તે પૂજાને વર્ષ 2022 માં રૂૂદ્રપુર બસ સ્ટેન્ડ પર મળ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઓળખાણ વધવા લાગી. થોડા સમય પછી, મુશ્તાક પણ ગુરુગ્રામ પહોંચ્યો અને કેબ ચલાવવાનું શરૂૂ કર્યું. આ દરમિયાન, બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂૂ થયો. નવેમ્બર 2024 માં, મુશ્તાક ઘરે પાછો ફર્યો અને બીજી છોકરી સાથે લગ્ન કર્યા. આ જાણ્યા પછી, પૂજા પણ સિતારગંજ પહોંચી અને મુશ્તાક સાથે ઝગડો કર્યો હતો. આ પછી મુસ્તાક ફોસલાવીને પાજૂને એકાંત જગ્યાએ લઈ ગયો અને છરી વડે પૂજાનું ગળું કાપીને તેની હત્યા કરી. તેણે માથું પથ્થરોથી ભરેલી થેલીમાં ડુબાડી દીધું, જ્યારે ધડને ચાદર અને અન્ય કપડાંમાં લપેટીને નહેરમાં ફેંકી દીધું.