એઇમ્સ પાસેથી 45 લાખના દારૂ સાથે હરિયાણાનો શખ્સ ઝડપાયો
દારૂનો જથ્થો જામનગરના બૂટલેગરે મગાવ્યો હતો
વોટ્સએપ કોલથી ડ્રાઇવર સાથે સંપર્કમાં રહેલા શખ્સની અને મોકલનારની શોધખોળ
શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં પીસીબી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા દારૂૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. દરમિયાન શહેરની એલસીબી ઝોન-2 ટીમે મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પિટલ રોડ એઇમ્સ ચોકમાંથી રૂૂા. 45,36,000નો વિદેશી દારૂૂ ભરેલા આઇશર ટ્રક સાથે હરિયાણાના શખ્સને ઝડપી લીધો છે. ગોવા તરફથી આ દારૂૂ ભરીને જામનગર તરફ લઇ જતો હોવાનું રટણ કર્યું હતું. વ્હોટ્સએપ કોલ મારફત એક શખ્સ આ ટ્રકચાલકના સંપર્કમાં હતો તેને તથા ગોવાથી જથ્થો ભરી દેનારાને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ,એલસીબી ઝોન-રની ટીમ દારૂૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી બાયપાસથી એઇમ્સ હોસ્પિટલવાળા રોડ પરથી એક દારૂૂ ભરેલો ટ્રક પસાર થઇને આગળ એઇમ્સ ચોકમાં ઉભો છે. આ બાતમી પરથી ટીમ ત્યાં પહોંચતા એનએલ01ક્યુ-7405 નંબરનો ટ્રક મળી આવ્યો હતો. તેના ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ સાજીદઅલી હાકમઅલી (ઉ.વ.30-રહે. કોટલા ગામ, ઘર નં. 102, નવી મસ્જીદ પાસે, તા.જી. નુહ, હરિયાણા) જણાવ્યું હતું.
ટ્રકમાં પોલીસે તપાસ કરતાં અંદરથી ડેનીમ-30 ઓરેન્જ વોડકાની રૂૂા. 7,92,000ની 1320 બોટલો, રોગયલ બ્લેક એપલ વોડકાની 28,08,000ની 4680 બોટલો, ગ્રીન સ્ટેગ પ્રિમીયમ વ્હીસ્કીની 9,36,000ની 1560 બોટલો મળી કુલ રૂૂા. 45,63,000નો દારૂૂનો જથ્થો મળી આવતાં તે તથા 10 લાખનો ટ્રક, રોકડા રૂૂા. 3300, મોબાઇલ ફોન મળી રૂૂા. 55,44,300નો મુદ્દામાલ કબ્જે કરી સાજીદઅલીની ધરપકડ કરી હતી.
સાજીદઅલીએ પ્રાથમિક પુછતાછમાં એવુ રટણ કર્યુ હતું કે મને ગોવાથી ટ્રક અપાયો હતો અને જામનગર તરફ લઇ જવાનો હતો.જેને આ ટ્રક આપવાનો હતો તેની સાથે વ્હોટસએપથી વાત થઇ રહી હતી. પોલીસને વ્હોટ્સએપ કોલીંગના નંબર મળતાં તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત એલસીબી ઝોન-2 ટીમના એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. કુલદિપસિંહ રાણા, ગાંધીગ્રામના અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરાએ કરી હતી.