ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હાયરે કળયુગ..!! કપાતર પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ

10:53 AM Sep 30, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ત્રિપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ ત્રિપુરામાં બે પુત્રોએ 62 વર્ષીય માતાને ઝાડ સાથે બાંધીને કથિત રીતે સળગાવી દઈ હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું કે આરોપી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે પારિવારિક વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોઈ શકે છે.

આ ઘટના શનિવારે રાત્રે ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખમારબારીમાં બની હતી. મહિલાના પતિનું દોઢ વર્ષ પહેલા અવસાન થયું હતું. મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી. તેમનો બીજો પુત્ર અગરતલામાં રહેતો હતો.

જીરાનિયા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર કમલ કૃષ્ણ કોલોઈએ જણાવ્યું હતું કે, "એક મહિલાને આગ લગાડવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ, પોલીસની એક ટીમ ત્યાં પહોંચી અને એક ઝાડ સાથે બાંધેલી સળગી ગયેલી લાશને બહાર કાઢી. અમે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીશું.."

તેમણે વધુમાં જણાવ્યું કે તેમના બે પુત્રોની આ કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ ઘટના પાછળ પારિવારિક વિવાદ કારણભૂત હોઈ શકે છે.

Tags :
crimeindiaindia newsmurdertripuraTripura NEWS
Advertisement
Advertisement