રીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર સુત્રધાર હાર્દિકસિંહ ઝડપાયો
શહેરના અમીનમાર્ગ ઉપર મિત્રની હત્યામાં જેલમાં રહેલા અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ 19 દિવસ પહેલા રીબડામાં અનિરુધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર શાર્પશૂટરો પાસે ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કોચીની એક હોટલમાંથી ઝડપી લીધો હતો. હાર્દિકસિંહને પકડવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ છેલ્લા ઘણા દિવસથી પાછળ હતી. દેશના અલગ અલગ સાત રાજયોમાં તપાસ બાદ અંતે હાર્દિકસિંહને કોચીની એક હોટલ માંથી ઝડપી લેવામાં સફળતા મળી છે. અગાઉની માથાકુટના પ્રશ્ને હાર્દિકસિંહ યુપીના શાર્પ શુટરને સોંપારી આપી ફાયરીંગ કરાવ્યા હતા. અને બાદમાં તેને વિડીયો વાયરલ કરી પોલીસને પકડી લેવા ચેલેન્જ પણ આપી હતી.
તા. 24 જુલાઈના રોજ રીબડાના અનિરૂૂધ્ધસિંહ ભત્રીજાના જાડેજાના ભત્રીજા જયદીપસિંહના પેટ્રોલપંપ પર નંબર પ્લેટ વગરના બાઈકમાં ઘસી આવેલા બે બુકાનીધારી શખસોએ ફાયરીંગ કરી નાશી ગયા હતા જે બનાવમાં ગોંડલ તાલુકા પોલીસે તપાસ કરતા મૂળ અડવાળના હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાએ સોશ્યલ મીડીયામાં પોતે શાર્પ શુટર પાસે ફાયરીંગ કરાવ્યા હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો. જે અંગે પોલીસે હાર્દીકસિંહ સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી તેને પકડી લેવા કાર્યવાહી કરી હતી. તે દરમ્યાન જીલ્લા પોલીસને અલગ અલગ ટીમ આ મામલે તપાસમાં લાગી હતી અને માહિતીના આધારે યુપીના આગ્રા ખાતે રહેતો બિપીનકુમાર એલસીબી અને વિરેન્દ્રસિંહ જાટ, જાટ, અભિષેકકુમાર અભિષેકકુમાર પવનકુમાર જીંદાલ, પ્રાન્સુકુમાર અગ્રાવાલ અને અમદાવાદના નામચીન ઈરફાન મહમદ રઈશની ધરપકડ કરી પુછતાછ કરતા હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી હાર્દિકસિંહ છેલ્લા 3 માસથી આગ્રાની એક હોટેલમાં છુપાઈ ગયો હોય તે દરમ્યાન અભિષેક અને પ્રાશુલ જીંદાલ સાથે પરિચય થયો હતો તે દરમ્યાન તેને ફાયરીંગ કરવા માટે સોપારી આપી હોવાની કબલાત આપી હતી.
રીબડા પેટ્રોલ પંપ ઉપર બે શાર્પસુટર પાસે ફાયરીંગ કરાવનાર રાજકોટની યુનિવર્સીટી રોડ ભીડ ભંજન સોસાયટી, શેરી નં-2માં રહેતા મૂળ જામકંડોરણા અડવાળના વતની હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાએ વિડીયો વાયરલ કરી પોલીસને ચેલેન્જ આપી હતી. હાર્દિકસિંહ જાડેજાને પકડી લેવા રાજકોટ જીલ્લાની અલગ અલગ ટીમો તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલ સહીતની પોલીસની ટીમો કામે લાગી હતી. ફરાર હાર્દિકસિંહ અલગ-અલગ સ્થળોએ છુપાઈને રહેતો હતો. સ્થળ છોડતા પહેલા તે વિડીયો વાયરલ કરી 50 કિલોમીટર દુર નાસી જતો હતો. પોલીસની ટીમો તેની પાછળ પકડવા માટે રાજસ્થાન, હિમાચલ, ઉતરાચલ, દિલ્લી, મુંબઈ બાદ કેરળ પહોંચી હતી. કોચીની હોટલમાં ફરાર હાર્દિકસિંહ છુપાયો હોવાની માહિતી મળતા જ એસએમસીની ટીમે વોચ ગોઠવી કોચીના થોપડી કોચુપલ્લી રોડ ઉપર આવેલ સ્વામી હોટલ પાસેથી ઝડપી લીધો હતો. હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા પાસેથી એક મોબાઈલ ફોન, જીઓ કંપનીનું રાઉટર, જીઓ કંપનીનું સીમકાર્ડ, આધારકાર્ડ, 1,680 રૂૂપિયા રોકડા કબ્જે કરવામાં આવ્યા હતા.
રાજય પોલીસ વડા વિકાસ સહાયની સુચનાથી સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી આર.જી.ખાંટ અને તેમની ટીમને હાર્દિકસિંહ ઝડપી લઇ તેની આગવી ઢબે સરભરા કરી હતી. હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા સુરત શહેરના રાંદેર પોલીસ મથકની હદમાં લૂંટ, ગુનાહિત ધમકી, ખૂન કરવા માટે અપહરણ ગુનામાં પણ નાસતો-ફરતો હોય અને તે ગુનામાં કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરેલ હતું,પેરોલ જમ્પ કરી ફરાર થયા બાદ હાર્દિકસિંહે અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.