પંજાબમાં ભાજપના સિનિયર નેતાના ઘરે હેન્ડ ગ્રેનેડથી હુમલો
પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાના ઘર પર સોમવારે મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો. વિસ્ફોટમાં પૂર્વ મંત્રીના ઘરને વ્યાપક નુકસાન થયું છે. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી.
પંજાબના જાલંધરમાં બીજેપી નેતા મનોરંજન કાલિયાના ઘરની બહાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ઘટના સમયે પૂર્વ મંત્રી મનોરંજન કાલિયા તેમના ઘરની અંદર સૂતા હતા. તેના અન્ય પરિવારના સભ્યો પણ ઘરની અંદર હતા.
જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે એક આરોપીએ ઈ-રિક્ષામાંથી નીચે ઉતરીને હેન્ડ ગ્રેનેડનું લીવર કાઢીને પૂર્વ મંત્રીના ઘરની અંદર ફેંકી દીધું હતું. જે બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં પૂર્વ મંત્રીના ઘરને ખાસ્સું નુકસાન થયું છે.
જલંધર પોલીસ કમિશ્નર ધનપ્રીત કૌરે કહ્યું કે લગભગ 1 વાગે અમને અહીં વિસ્ફોટની માહિતી મળી, ત્યારબાદ અમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી. બીજેપી નેતા મનોરંજન કાલિયાએ કહ્યું કે તેમણે ગર્જનાનો અવાજ સાંભળ્યો.