ભાવનગરના નારી ચોકડી પાસે માતાજીના મઢમાંથી અડધા લાખની ચોરી
12:35 PM Jan 28, 2025 IST
|
Bhumika
Advertisement
ભાવનગર શહેરના નારી ચોકડી નજીક પંચનાથ સોસાયટી ગેઇટ નંબર 2, માં આવેલ માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મઢના તાળા તોડી અંદર પ્રવેશી દાન પેટી તથા માતાજીના ચાંદીના છત્તર સહીત અડધા લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ શહેરના છેવાડે નારી ચોકડી નજીક આવેલ પંચનાથ સોસાયટીના ગેઈટ નંબર 2, પ્લોટ નંબર 245માં આવેલ રાભડિયા ગોહિલ પરિવારનો માતાજીનો મઢ આવેલો છે ત્યાં ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને મઢના દરવાજા પર લગાવેલા તાળા તોડી અંદર પ્રવેશી મઢની દાનપેટી કે જેમાં રોકડ રકમ હતી તે અને 10 જેટલા માતાજીના ચાંદીના છત્તર સહીત અડધા લાખ જેવા મુદ્દામાલની ચોરી કરી નાશી છૂટ્યા હતા. આ અંગેની માહિતી મળતા પરિવારના લોકો દોડી ગયા હતા.
અગાઉ પણ આમ મઢ માં ચોરી થઈ હતી.
Advertisement