વાર્ષિક રૂપિયા 20 લાખ મેઇન્ટેનન્સ લેતી સોસાયટીઓ માટે GST નોંધણી ફરજિયાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, જે એપાર્ટમેન્ટનું વાર્ષિક કુલ ટર્નઓવર રૂૂ.20 લાખ હોય તેમણે જીએસટીમાં નોંધણી કરાવવાની જવાબદારી આવશે.
આ ઉપરાંત સભ્ય પાસેથી મહિને રૂૂ.7,500 મેઈન્ટેનન્સ લેવાતું હશે તેવા કિસ્સામાં સોસાયટીએ જીએસટી ભરવો પડશે શહેરી વિસ્તારોમા હજારો સોસાયટીઓ છે જેમણે જીએસટી ભરવાની જવાબદારી ચકાસવી પડશે.અત્યાર સુધી રેસિડેન્સિયલ સોસાયટીને જીએસટી લાગુ પડતો નહોતો પરંતુ હવે સોસાયટીઓને પણ જીએસટીના એક સ્લેબમાં આવરી લેવાયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, જો એપાર્ટમેન્ટ સોસાયટી એસોસિએશનોનું કુલ ટર્નઓવર નાણાકીય વર્ષમાં રૂૂ. 20 લાખ (વિશેષ શ્રેણીના રાજ્યોમાં રૂૂ. 10 લાખ)થી વધુ હોય તો તેમણે જીએસટી હેઠળ નોંધણી કરાવવી જરૂૂરી છે.
સોસાયટીઓએ માત્ર ત્યારે જ જીએસટી ચુકવવાનો થશે. જ્યારે પ્રતિ મેમ્બર દ્વારા માસિક મેઇન્ટેન્સ રૂૂ. 7,500થી વધુ હોય અને સેવાઓનું કુલ ટર્નઓવર નિર્ધારિત મર્યાદાથી નીચે હોય તેમને જીએસટી હેઠળ નોંધણી કરાવવાની જરૂૂર છે. તેમણે જણાવ્યું કે, રહેવાસીઓએ જીએસટી ચૂકવવાની જરૂૂર નથી ફકત એપાર્ટમેન્ટ એસોસિએશનોએ ચૂકવણી કરવી પડશે. કારણ કે તેઓ સેવાઓના સપ્લાયર છે.