ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજુલાના રાજપરડા ગામે યુવતી સાથે સંબંધના કારણે જૂથ અથડામણ

11:34 AM Apr 30, 2025 IST | Bhumika
Advertisement

રાજુલા તાલુકાના રાજપરડા ગામે ગઈકાલે યુવતીના પ્રેમપ્રકરણના કારણે ચાલ્યા આવતા વૈમનસ્યમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડુંગર પોલીસ સ્ટેશને આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રથમ ફરિયાદ રાજપરડાના રહેવાસી રાજુભાઈ બાઘાભાઈ ચાવડા (ઉં.વ. 45) દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના દીકરાને સુરેશભાઈ સોલંકીની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાથી મનદુ:ખ ચાલતું હતું. જેના કારણે બે જૂથ વચ્ચે ઘર્ષણ ચાલ્યું આવતું હતુ.આ ઘટનામાં સુરેશભાઈ પોપટભાઈ સોલંકીએ રાજુભાઈના દીકરાને ગામમાં વેલનાથ બાપુની જગ્યાએ મોટરસાયકલના ક્લચ વાયરથી માર માર્યો હતો. સુરેશભાઈ પોપટભાઈ સોલંકી, તેમના સાળા , પોપટભાઈ બાલાભાઈ સોલંકી, મનીષાબેન સુરેશભાઈ સોલંકી અને સવિતાબેન પોપટભાઈ સોલંકી, રાજુભાઈના ઘરે આવીને મારામારી કરી હતી. આ હુમલામાં પોપટભાઈ બાલાભાઈ સોલંકીએ રાજુભાઈને લાકડીથી માર માર્યો હતો.આની સાથે સુરેશભાઈ પોપટભાઈ સોલંકી મનીષાબેન સુરેશભાઈ સોલંકીએ હુમલામાં જોડાઈને લાકડીથી પત્ની અને માતાને એક-એક ઘા માર્યા હતા. આ ઉપરાંત, આરોપીઓએગાળો આપી હતી અને સુરેશભાઈના સાળાએ છરી બતાવી ધમકી આપી હતી. સવિતાબેન પોપટભાઈ સોલંકીએ ઘર બહાર આવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે તમામ આરોપીઓએ વારાફરતી આવીને તેમને અને સાહેદોને ગંભીર ઈજાઓ પહોંચાડી અને ફ્રેક્ચર કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો. સામા પક્ષે સુરેશભાઈ પોપટભાઈ સોલંકી (ઉં.વ. 35) દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના બાળકો શેરીમાં રમતા હતા ત્યારે આરોપી કાળુભાઈ રાજુભાઈ ચાવડા પોતાની મોટરસાયકલ ફૂલ સ્પીડમાં ચલાવતા હતા.

સુરેશભાઈ એ તેમને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપી કાળુભાઈ રાજુભાઈ ચાવડા, રાજુભાઈ બાઘાભાઈ ચાવડા, દિનેશભાઈ બાઘાભાઈ ચાવડા, ગદાભાઈ બાઘાભાઈ ચાવડા અને શાંતુબેન બાઘાભાઈ ચાવડાએ તેમને રોકીને લાકડી,લોખંડના પાઈપ,કૂહાડીથી હુમલો કર્યો હતો. જેમાં કેટલાકને માથામાં નાક પર અને પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે તમામ આરોપીઓએ વારાફરતી આવીને તેમને અને સાહેદોને ગંભીર ઈજાઓ પહોંચાડી અને ફ્રેક્ચર કરી ગાળો આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો. ડુંગર પોલીસે સામે સામી ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .

Tags :
attackcrimegujaratgujarat newsRajularajula news
Advertisement
Next Article
Advertisement