For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતલસરના વેરહાઉસમાંથી 31.64 લાખની મગફળીની ચોરી

01:06 PM Aug 06, 2025 IST | Bhumika
જેતલસરના વેરહાઉસમાંથી 31 64 લાખની મગફળીની ચોરી

Advertisement

ગલગલીયા હોટલ પાસે ગિરીરાજ વેર હાઉસમાંથી 1212 ગુણી મગફળી ચોરી કરી જનાર ટોળકીને પકડવા ગ્રામ્ય પોલીસ કામે લાગી

જેતપુરના જેતલસરના ગલગલીયા હોટલ પાસે આવેલ નાફેડ દ્વારા ભાડે રાખવામાં આવેલ વેર હાઉસ માંથી રૂૂ.31.14 લાખની કીમતની 1212 ગુણી મગફળીની ચોરી થતા આ મામલે જેતપુર પોલીસ માં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી મગફળી ચોરી કરનાર ટોળકીને પકડવા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement

મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢમાં રાજેન્દ્રભાઈ નવલભાઈ જાદવના મકાનમાં ભાડેથી રહેતા મૂળ રાજસ્થાનના હનુમાનગઢના શંગરીયા ગામના વતની અને સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશનના ટેક્નિકલ આસીસ્ટન્ટ તથા ધોરાજી, જેતપુર, ઉપલેટા તથા જામકંડોરણા વિસ્તારમાં આવેલ વેરહાઉસના મેનેજર તરીકે ફરજ બજાવતા અમીતકુમાર રામકુમાર રામપ્રતાપ ગીલ્લાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખેડુતોની ખેત જણસોને એક નિર્ધારિત ભાવે ખરીદવામા આવે છે જે જણસોને ખરીદ કર્યા પછી સ્ટોરેજ માટે અલગ અલગ વેરહાઉસ ખાતે રાખ વામા આવે છે અને આ જણસોની દેખરેખ સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન તથા જે તે રાજ્ય વેરહાઉસ કોર્પોરેશન દ્વારા કર વામા આવે છે અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ) ખેત જણસો ખરીદ ક રી ઉપરોક્ત સૈન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન તથા જે તે રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનના વેરહાઉસોમાં જણસો રાખવામાં આવે.

જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે ગલગલીયા હોટલની બાજુમા આવેલ ગીરીરાજ વેરહાઉસ સેન્ટ્રલ વેરહાઉસીંગ કો પોરેશન દ્વારા તા. 05/12/2024 થી ભાડેલી રાખવામા આવેલ અને ત્યારબાદથી આ વેરહાઉસમા નાફેડ દ્વારા મગફળી ખરીદ કરી રાખવામાં આવતી અને આ વેરહાઉસમાં તા.05/12/2024થી 16/12/2024 સુધી નાફેડ દ્વારા મગફળીની ખરીદ કરી અને કુલ 57,100 ગુણી મગફળી આ ગીરીરાજ વેરહાઉસમા સ્ટોરેજ માટે રાખવામાં આવેલ હતી અને આ વેરહાઉસની દેખરેખ માટે શ્રીરામ એન્ટરપ્રાઇસ એજન્સી અમદાવાદ મારફતે માણસો સિક્યુરીટીમા રાખવામાં આવેલ અને દરેક વેરહાઉસની દર છ મહિને ફિઝીકલ વેરીફિકેશન કરવામા આવે છે. તા.26/06/2025 ના રોજ અમિતકુમારની બદલી અમરેલી ખાતે થયેલ જેથી તેમની જગ્યાએ સંદિપકુમાર શ્રીપુર્ણરામ કડવાસરાને ચાર્જ આપવા માટે વિસ્તારમાં આવેલ 41 વેરહાઉસના ફિઝીકલ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું.

જેમાં ગીરીરાજ વેરહાઉસનુ ફિઝીકલ વેરીફિકેશન કરવા માટે અમિતકુમાર તથા સંદિપકુમાર તેમજ તેમની સાથે પ્રશાંત ગોરસ્વામી સહિતના ટીમના માણસો તપાસમાં ગયા ત્યારે જાણવા મળ્યું કે, ગીરીરાજ વેરહાઉસમાં રાખેલ મગફળીની ગુણી ઓછી જોવા મળી હતી વેરહાઉસમાં રાખવામા આવેલ 57,600 ગુણી મગફળી માંથી ફિઝીકલ વેરીફિકેશન તપાસ પુર્ણ થતા છેલ્લે 56 388 ગુણીઓ જોવામાં આવેલ અને જેમા 1212 ગુણી મગફળી ઓછી થયેલ હોય જેની જે તે સમયની ખરીદ કિંમત કિલોના રૂૂ.74.61 મુજબ એક ગુણીમા 35 કિલોના લેખે એક ગુણી મગફળીની કિંમત 2611.35 ના લેખે 1212 ગુણી મગફળીની જેની કુલ કિંમત રૂૂ.31,14,952 ગણી શકાય તે ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ બાબતે વેરહાઉસમાં રાખવામા આવેલ સિક્યુરીટીના માણસોની પુછપરછ કરતા આ મગફળીની ગુણીઓ બાબતે કંઈ જાણતા નહિ હોવાનુ જણાવેલ જેથી આ અંગે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement