ફરી ગ્રિષ્મા કાંડ, પ્રેમિકાનું ગળું કાપી પ્રેમીની આપઘાતની કોશિશ
સુરતના માંગરોળમાં જાહેર રસ્તા પર ખૂની ખેલ, બેભાન અવસ્થામાં યુવક હોસ્પિટલમાં
દોઢ વર્ષના પ્રેમસંબંધોનો લોહિયાળ અંત, રસ્તા પર લોહીની નદી વહી
સુરતના માંગરોળમાં ગ્રીષ્મા કાંડ જેવી ભયાનક ઘટના સામે આવી છે. જેમાં સુરેગ જોગી નામના યુવકે તેની પ્રેમિકા તેજસ્વીની ચૌધરીને ગળુ કાપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતાના ગળાના ભાગે પણ ચાકુના ઘા મારતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર બની હતી જેમાં પ્રેમિએ તેની પ્રેમિકાનું ગળુ કાપીને હત્યા કરી નાખી અને મૃતદેહને રોડ પર ફેંકી દીધો,પ્રેમિકા વાહન લઈને જઈ રહી હતી તે દરમિયાન પ્રેમીએ તેને રોકીને ઘટનાને અંજામ આપ્યો છે.
સુરતના માંગરોળમાં ગ્રીષ્મા જેવો હત્યાકાંડ સામે આવ્યો છે,જેમાં માંગરોળના વાંકલ-બોરિયા રોડ પર પ્રેમીએ તેની પ્રેમિકા પર ચપ્પુ મૂકીને તેની હત્યા કરી નાખી છે,યુવતીને વધુ ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું છે,યુવતીને સારવાર પણ મળી નથી અને લોહીની નદીઓ રોડ પર વહી ગઈ હતી,પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથધરી છે,આસપાસના લોકો યુવતીને બચાવવા પહોંચે તે પહેલા યુવકે આ ઘટનાને અંજામ આપી દીધો હતો.
આ સમગ્ર ઘટના બનતાની સાથે યુવકે પણ પોતાની જાતને ઈજા પહોંચાડી હતી અને તેણે પણ તેના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી મરવાનો પ્રયત્ન કર્યો હતો,આ સમગ્ર ઘટનામાં યુવકની સ્વરપેટીને નુકસાન પહોંચ્યું છે અને સુરતની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે,યુવકની હાલમાં કોઈ પૂછપરછ થાય તેવી હાલત નથી તેવું પોલીસનું કહેવું છે,તો યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પરિવારના સભ્યોને જાણ કરાઈ છે,યુવક નર્મદા જિલ્લાનો રહેવાસી છે.
સુરત જિલ્લાના વાંકલ ગામે પ્રેમ પ્રકરણમાં યુવાને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ગળાના ભાગે ચાકુના કામ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી તેમજ યુવાને ગળે ચાકુ ફેરવીને પોતે પણ આપઘાતની કોશિશ કરી છે ,સુરત જિલ્લાના વાંકલ ગામે બોરીયા પાટીયા પાસે આજે સવારે સુરેશ જોગી અને તેજસ્વની ચૌધરી બંને છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો ત્યારે બોરીયા ગામના પાટીયા પાસે યુવતીની હત્યા કરાયેલી મૃતદેહ મળી આવ્યો હતો.
સુરેશ જોગી નામના યુવાન પ્રેમીનો લોહીથી લગભગ હાલતમાં મળી આવતા તેને સારવારથી સુરત સિવિલમાં ખસેડાયો છે પ્રેમી પંખીડા સાથે અભ્યાસ કરતા હોય એમ પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળે છે આમ તેજસ્વની ચૌધરી ની હત્યા અંગે માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ ગળાના ભાગે ગંભીર ઈજા થતાં સુરેશ જોગીને હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે હાલ પોતે બેભાનો અવસ્થામાં હોવાથી વધુ વિગત પ્રાપ્ત થઈ નથી સચોટ કારણ સુરેશ ભાનમાં આવ્યા બાદ જ મળશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.