પિતાનું હથિયાર લઇ સીનસપાટા કરવા નીકળેલો ગ્રાફિક ડિઝાઇનર ઝડપાયો
શહેરના જુના માર્કેટીંગ યાર્ડ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે એક શખસને રીવોલ્વર તથા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.પિતાની પરવાના વાળી રિવોલ્વર કમરે ટીંગાડી સીન સપાટા કરતા ગ્રાફિક ડીઝાઇનર સામે ગેરકાયદેસર હથિયાર અને તેના પિતા સામે શરતભંગનો ગુનો નોંધી સુરેન્દ્રનગર જીલ્લા માંથી હથિયાર પરવાનો મેળવનાર ખેડૂતનો હથિયાર પરવાનો રદ કરવા એસઓજીએ કાર્યવાહી કરી છે.મોરબી રોડના ઓમ શાંતિ પાર્કમાં રહેતો ગ્રાફિક ડીઝાઇનર અવિનાશ ધીરૂૂભાઈ ખોરાણીની વેબ્લી રીવોલ્વર તથા છ જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમીક પુકાર અને તપાસમાં અવિનાશ પાસેથી મળેલ હથીયાર પરવાના વાળુ હોવાનું જાણવા મળ્યું હતું પરવાના બાબતે તપાસ કરતા આ લાયસન્સ અવિનાશના પિતા ધીરૂૂભાઈ ખોરાણીનુ હોવાનું ખુલ્યું હતું અવિનાશ પિતાનું હથિયાર કમરે ટીંગાડી ગામમાં સીનસપાટા કરવા નીકળ્યો હોવાની કબુલાત આપી હતી. એસઓજીએ અવિનાશના પિતા સામે પોતાના પરવાના વાળુ હથિયાર લાયસન્સ વગરના પુત્રને આપવા બદલ તેમજ પુત્ર સામે પણ ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.