For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નકલી સર્ટિ.ના આધારે પરિવારના 3 સભ્યોને સરકારી નોકરી!

05:44 PM May 14, 2025 IST | Bhumika
નકલી સર્ટિ ના આધારે પરિવારના 3 સભ્યોને સરકારી નોકરી

2003, 2007 અને 2012માં અનુસુચિત જાતિના ખોટા પ્રમાણપત્રો બનાવ્યા, મામલતદાર દ્વારા ફરિયાદ

Advertisement

સમગ્ર ગુજરાત ભરમાં હાલના તબક્કે નકલી અધિકારીઓનો રાફડો ફાટયો છે ત્યારે હવે વિજયનગરના એક પરિવારે નકલી તેમજ ખોટા પ્રમાણપત્ર રજૂ કરી વર્ષ 2012 થી આજદિન સુધી સરકારી નોકરી કરી રહ્યા છે. વિજયનગર મામલતદાર દ્વારા ચાર લોકો પૈકી ત્રણ લોકો વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવી છે તેમજ પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

સાબરકાંઠાના વિજયનગરના વસાઈ ગામના એકજ પરિવારના ત્રણ સભ્યોએ 2003, 2007 અને 2012થી અત્યાર સુધીમા ખોટા પ્રમાણપત્રો બનાવી તેના આધારે સરકારી કર્મચારી તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે. સામાન્ય રીતે આજની તારીખે કોઈપણ દાખલો મેળવવા માટે મોટાભાગના દરેક અરજદારો સવારથી જ લાંબી લાઈનો લગાવી સરકારી દાખલો મેળવી તેના આધારે વિવિધ પરીક્ષાઓ આપી તેના આધારે સરકારી નોકરી મેળવતા હોય છે. જો કે વિજયનગરમાં ઉલટી ગંગા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. એક જ પરિવારના ત્રણ લોકોએ 2012 થી અત્યાર સુધીમાં ત્રણ વાર સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ખોટા પ્રમાણપત્રો બનાવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત મામલતદાર સહિત સાબરકાંઠા જિલ્લા સમાજ અધિકારી દ્વારા અપાતા પ્રમાણપત્ર પણ હવે ખોટું કર્યું છે. વિજયનગર મામલતદાર કચેરી દ્વારા ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હોવાનું ખુલતા ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Advertisement

સામાન્ય રીતે નકલી તેમજ ખોટા દાખલા બનાવી તેના આધારે સરકારી કર્મચારી બનવાના મામલે સ્થાનિક કક્ષાએ તપાસની તજવીજ હાથ ધરાતા એકજ પરિવારના ત્રણ લોકો એ અનુસૂચિત જાતિના ન હોવા છતાં અનુસૂચિત જાતિ આધારિત નોકરી મેળવી લીધી હતી. આ લોકો છેલ્લા 12 વર્ષથી સરકારી નોકરી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક મામલતદાર દ્વારા વિજયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, હિંમતસિંહ ગુલાબસિંહ તેમજ સુમિત્રાબેન ગુલાબસિંહ નામના ત્રણ સરકારી કર્મચારીઓએ આદિવાસી ન હોવા છતાં તેમના નામનો દાખલો બનાવી સ્થાનિક કક્ષાએ તાલુકા પંચાયત મામલતદાર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસેથી દાખલા મેળવી સરકારી નોકરી પ્રાપ્ત કરી લીધી છે. જો કે હવે તમામના આધારભૂત પ્રમાણપત્રો ખોટા સાબિત થતા તમામની સામે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ચાર પૈકી ત્રણ લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
1) સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, વેસ્ટન રેલ્વે અમદાવાદ
2) સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ, સી.આર.પી.એફ. અમદાવાદ
3) સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ, લોકરક્ષક દળ. અમદાવાદ શહેર
4) સોલંકી કલ્યાણસિંહ ગુલાબસિંહ, લોકરક્ષક દળ. સાબરકાંઠા જિલ્લો (તપાસના આદેશ છે ફરિયાદમાં નામ નથી)

Advertisement
Tags :
Advertisement
Advertisement