ઉપલેટાના કોલકી ગામ પાસે ચેકિંગ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા ખનીજ ચોરો અને અનાજ ચોરો પર સપાટો બોલાવતા ખનીજ માફીયાઓ અને અનાજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉપલેટા મામલતદાર નિખિલ એચ. મહેતા, નાયબ મામલતદાર મહેશ કરંગીયા અને તેમને ટીમ કોલકી ગામ નજીક ચેકીંગમાં હોય એ દરમ્યાન એક છોટા હાથી જેવું વાહન આવી રહ્યું હોય જેને રોકી તેમાં તપાસ કરતા સરકારી માર્કા વાળો અને એ પણ પાવતી વગરનો સરકારી જથ્થો હોવાનું સામે આવતા એક વ્યક્તિને મુદ્દા માલ સાથે પકડી પાડ્યો હતો.
મામલતદાર કોલકી ગામ નજીક વાહનો ચેકીંગ કરતા હતા તે દરમ્યાન એક છોટા હાથી વાહનની તપાસ દરમ્યાન સરકારી માર્કા વાળો 50 કિલોના 21 કટા ચોખા જેમાં કુલ 1050 કિલો ચોખા હતા. અન્ય 35 કિલોના ચોખાના બે કટા 70 કિલો કુલ 1120 કિલો ચોખા 30240 ની કિંમતના અને મામલતદાર દ્વારા શભમત યોજનાના ચણાના 12 પેકેટ મળી કુલ 12 કિલો જેની બજાર કિંમત 840 રૂૂપિયા તેમજ વાહનની અંદાજિત કિંમત 80,000/- મળી કુલ 1,11,010/- નો મુદામાલ જપ્ત કરી ઉપલેટા પોલીસને સોંપવામાં આવેલ હતો.
ઉલ્લેખનીય છે કે ઉપલેટા મામલતદાર નિખિલ એચ. મહેતા દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં કરોડો રૂૂપિયાની ખનીજ ચોરીઓ અને અનાજના જથ્થા તેમજ મુદ્દામાલ સાથે પકડી પાડીને સરકારી તિજોરીમાં જમા કરાવી સરકારને કરોડો રૂૂપિયાની આવકનો ફાયદો કરાવ્યો છે.