બગસરામાં બ્રિજ નિરીક્ષણ વખતે સરકારી એન્જિ. પર હુમલો કરી લૂંટ
અમરેલી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉમેશ પરમાર પર બગસરાના કાગદડી ગામમાં હુમલો થયો છે. તેઓ માઇનોર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ સમયે કેટલાક શખ્સોએ કામ કરવા માટે હપ્તાની માંગણી કરી હતી.
એન્જિનિયર પરમારે હપ્તો આપવાની ના પાડતા આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓએ તેમને શરીર પર ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમના ડાબા પગના ઘૂંટણ પર ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ તેમનું બળજબરીપૂર્વક અપહરણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આરોપીઓએ એન્જિનિયર પાસેથી 26,000 રૂૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. બગસરા પોલીસ સ્ટેશનમાં જયદીપ વિક્રમભાઈ ધાધલ, કુલદીપ મેરામભાઈ ધાધલ, જોરૂૂભાઈ ધાધલ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે વિશેષ ટીમો બનાવી છે. આ ઘટના રાજ્ય સેવકની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવાનો કિસ્સો છે.