For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં રિક્ષામાં આવતા સરકારી કર્મચારીનું અપહરણ કરી લૂંટી લીધો

12:14 PM Jun 19, 2025 IST | Bhumika
જામનગરમાં રિક્ષામાં આવતા સરકારી કર્મચારીનું અપહરણ કરી લૂંટી લીધો

જામનગરમાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા અને ઓખા મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં કારકુન તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારી પરમ દીને રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી રિક્ષામાં બેસીને ઘરે જઈ રહ્યા હતા, જે દરમિયાન પરમદિને મોડી રાત્રે તેઓને બે લૂંટારું શખ્સોએ છરી વડે હુમલો કરી રૂૂપિયા 9,700 ની લૂંટ ચલાવ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. ઇજાગ્રસ્ત સરકારી કર્મચારીને સારવાર લેવી પડી છે, જયારે સીટી બી. ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરા ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા અને ઓખાની મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં કારકૂન તરીકે ફરજ બજાવતા મહેશભાઈ ટપુભાઈ કાંબરીયા (ઉ.વ.33) કે જેઓ પરમદિને રાત્રિના ઓખા થી પોતાની ફરજ પૂરી કરીને ટ્રેન મારફતે જામનગર આવ્યા હતા, અને ગાંધીનગર રેલ્વે સ્ટેશન બહારથી એક રીક્ષા કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન ગાંધીનગરના રેલ્વે પુલ નીચે ડબલ સવારી સ્કૂટરમાં બે અજાણ્યા શખ્સો આવ્યા હતા, અને રિક્ષા ને અટકાવીને રીક્ષા ચાલકને છરી બતાવી ધમકાવીને ભગાડી મૂક્યો હતો. જયારે મહેશભાઈ કાંબરીયા ને છરી થી ભય બતાવી તમે અમારી સાથે અકસ્માત કર્યો છે, તેમ કહી તકરાર કરી હતી, અને તેઓની પાસેથી પૈસા માંગ્યા હતા. જેથી મહેશભાઈએ પોતાના પર્સમાં રહેલી 700 રૂૂપિયાની રકમ બંને લૂંટારુઓ ને આપી દીધી હતી.

ત્યારબાદ મહેશભાઈને સાથળના ભાગમાં છરી વડે ઇજા પહોંચાડી હતી, અને ઝપાઝપી થતાં તેને ઢસડીને પૂલ નીચે લઈ ગયા હતા, અને વધુ પૈસા કઢાવવા માટે ફરિયાદીનું એટીએમ કાર્ડ કઢાવ્યું હતું ત્યારબાદ બંને આરોપીઓએ એકટીવા માં મહેશભાઈ નું અપહરણ કરી જઈ એક એટીએમ મશીન માંથી રૂૂપિયા 9,000 ઉપડાવી લીધા હતા, જે રકમની પણ લૂંટ ચલાવી બંને લુટારુઓ ભાગી છુટ્યા હતા.

Advertisement

મોડી રાત્રે મહેશભાઈ કાંબરીયા કે જેઓએ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી, ત્યારબાદ તેઓએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસમાં સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી સીટી બી ડીવીઝનના પીઆઇ પી.પી. ઝા અને પી.એસ.આઇ એમ.વી મોઢવાડિયા વગેરેએ લૂંટ અંગેનો ગુન્હો નોંધ્યો હતો, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ની ચકાસણી કર્યા બાદ બે શકમંદો ને ઉઠાવી લીધા છે, અને બંનેની પૂછપરછ હાથ ધરી છે. નજીકના ભવિષ્યમાં જ આ લુંટની ઘટના નો ભેદ ઉકેલાઈ જાય તેમ જાણવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement