ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકામાં વિપ્ર મહિલાના ઘરમાંથી 3.50 લાખના મુદ્દામાલની ચોરી

01:47 PM May 07, 2025 IST | Bhumika
Advertisement

દ્વારકામાં રહેતા એક વિપ્ર મહિલાના રહેણાંક મકાનમાં ત્રણેક દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડી, તેમના કિંમતી સોનાના આભૂષણો તેમજ રોકડ રકમ મળી, કુલ રૂૂપિયા 3.5 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી હતી.

Advertisement

આ સમગ્ર પ્રકરણ અંગે મહિલાના ભાઈ દ્વારા દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકાના હોળી ચોક, ફુલેકા શેરી વિસ્તારમાં રહેતા મહિલાના ઘરમાં ગત તારીખ 3 મે ના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધીના દરમિયાન સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અનધિકૃત રીતે ઘરમાં પ્રવેશ કરી અને ઘરના રૂૂમમાં રહેલા કબાટના તાળા તોડી નાખ્યા હતા.

આ કબાટમાં રાખવામાં આવેલું રૂૂપિયા 2.70 લાખની કિંમતનું મંગલસૂત્ર તેમજ રૂૂપિયા 70,000 ની કિંમતની વીંટી ઉપરાંત રૂૂપિયા 10,000 ની રોકડ રકમ આ તસ્કરો ઉઠાવી ગયા હતા. આમ, રૂૂપિયા સાડા ત્રણ લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકામાં સતવારા સમાજ સામે રહેતી સેજલ નવલભાઈ ચૌહાણ નામની મહિલાની અટકાયત કરી, તેની પાસેથી રૂૂપિયા 3.40 લાખના દાગીના કબજે લેવામાં આવ્યા છે.

ભાણવડમા વિદેશી દારૂ સાથે ઝડપાયો
બિહાર રાજ્યના પટના જિલ્લાના મૂળ રહીશ અને હાલ ભાણવડ ખાતે શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અમરજીત ચંદ્રિકાપ્રસાદ પાલ નામના 34 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં દારૂૂ છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસ સ્ટાફને મળતા આ સ્થળે મોડી રાત્રીના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં અહીં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂૂની 50 નાની બોટલ (ચપલા) તેમજ બે મોટી બોટલ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 18,650 ની કિંમતના વિદેશી દારૂૂ તેમજ રૂૂ. 8,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 26,650 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, ધોરણસર ગુનો નોંધાયો હતો.

આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ગીરીશભાઈ ગોજીયા તેમજ વેજાણંદભાઈ બેરા દ્વારા કરવામાં આવી હતી.

Tags :
crimeDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Advertisement