ગોંડલના બિલિયાળા ગામે દંપતીને રૂમમાં બંધ કરી 4.57 લાખની ચોરી
ગોંડલ નાં બીલીયાળા ગામે તસ્કરોએ બે રહેણાંક મકાન ને નિશાન બનાવી તાળા તોડી રુ.4,57,000 ની રોકડ તથા દાગીના સહિત માલમતા ની ચોરી કરી જતા તાલુકા પોલીસ માં ફરિયાદ થઇ છે. દંપતિ જે રૂમમાં સુતા હતાં તેને બંધ કરી ચોરી કરી ગયા હતાં. પ્રાપ્ત વિગત મુજબ બીલીયાળા રહેતા કૌશિકભાઈ પ્રવિણભાઈ સાટોડીયા નાં મકાન માં કૌશિકભાઈ તથા તેનો પરીવાર સુતો હતો હતો ત્યારે તસ્કરોએ એક રુમ માં કબાટ નો લોક તોડી રોકડ રુ.વીસ હજાર તથા સોના ચાંદીનાં દાગીના ની ચોરી કરી હતી.તસ્કરોએ કૌશિકભાઈ તથા તેના પત્ની અને તેમના માતા પિતા જે રુમ માં સુતા હતા.તે રુમ ને બહાર થી બંધ કરી અન્ય રુમ માં ચોરી કરી હતી.
બીજા બનાવ માં કલ્પેશભાઈ રમેશભાઈ સાકરીયા નાં મકાન માં તસ્કરો ખાબકી મકાન નાં તાળા તોડી રોકડ રુ.પચાસ હજાર તથા સોનાનાં દાગીનાની ચોરી કરી હતી.પોલીસે બન્ને રહેણાંક મકાન માં થયેલી કુલ રુ.4,57,000ની ચોરી ની ઘટના અંગે પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.