For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં બે મહિલાના પર્સમાંથી ચોરી કરનાર ગોંડલની મહિલા ગેંગ ઝબ્બે

12:27 PM Nov 20, 2024 IST | Bhumika
જૂનાગઢમાં બે મહિલાના પર્સમાંથી ચોરી કરનાર ગોંડલની મહિલા ગેંગ ઝબ્બે
Advertisement

જૂનાગઢમાં માંગનાથ કાપડ બજારમાં 2 મહિલાનાં 37,600ના પર્સની ચોરી કરનાર ગોંડલની મહિલા ગેંગની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે હનુમાન પરામાં રહેતા 45 વર્ષીય ભાવનાબેન વિનોદભાઈ ઓડવિયા શુક્રવારે બપોરના પોણા બે વાગ્યાના અરસામાં જૂનાગઢમાં માંગનાથ કાપડ બજારમાં લગ્નની ખરીદી કરવા માટે આવ્યા હતા. ત્યારે તેમની નજર ચૂકવી 40 અને 25 વર્ષની અજાણી મહિલાએ રૂૂપિયા 20,000ની કિંમતની સોનાની બે વીટી, રૂૂપિયા 7,600ની રોકડ રકમનું પર્સ ચોરી લીધું હતું અને આ જ પ્રમાણે માંગનાથ કાપડ બજારમાં જ સાધનાબેન ગજેરા નામના મહિલાને પણ નિશાન બનાવી રૂૂપિયા 10,000ની રોકડ સાથેના પર્સની ચોરી થઈ હતી.

આમ 2 મહિલાના રૂૂપિયા 37,600ની રોકડ સાથેના પર્સની ચોરી થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બી. બી. કોળી, પીએસઆઇ જે. આર. વાઝાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાદમીદારોની મદદથી સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ગોંડલમાં બાલા આશ્રમની બાજુમાં સરકારી દવાખાના પાસે રહેતી રેખા સાગર મકવાણા અને નન્ની ભરત ચાવડાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંને મહિલાએ માંગનાથ કાપડ બજારમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

Advertisement

પોલીસે મહિલા ગેંગ પાસેથી સોનાને બે વીટી રોકડ સહિત રૂૂપિયા 37,600નો મુદ્દામાલ કબજે લીધો હતો. શહેરની માંગનાથ કાપડ બજારમાં બે મહિલાની નજર ચૂકવી રૂૂપિયા 37,600ની માલમતા સાથેના પર્સની ચોરી કરનાર ગોંડલની રેખા સાગર મકવાણા અને નન્ની ભરત ચાવડાની અટક કર્યા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને મહિલાએ ચોરીની ઘટનાના દિવસે એટલે કે શુક્રવારના રોજ જ શહેરમાં ચોરી કરવા આવી હતી અને માંગનાથ બજારમાં બે મહિલાને નિશાન બનાવી હોવાનું પૂછપરછમાં જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement