ગોંડલનો વેપારી 1 કિલો ગાંજા સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ગોંડલ શહેરમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક વેપારીને ઝડપી પાડ્યો છે. એસઓજીએ આરોપી પાસેથી 1 કિલો 9 ગ્રામ ગાંજો અને એક મોબાઈલ ફોન સહિત કુલ 55,450 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચના મુજબ, રાજકોટ ગ્રામ્ય જઘૠ ટીમ જિલ્લામાં નશાકારક પદાર્થોના વેચાણ પર નજર રાખી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન, એસઓજીની ટીમના એ.એસ.આઇ. વિપુલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ અને હિંમતસિંહ પાલને ચોક્કસ બાતમી મળી હતી.આ બાતમીના આધારે, ટીમે ગોંડલની ગુંદાળા શેરી, નાની બજારમાં વોચ ગોઠવી. ત્યાંથી સદામ ઉર્ફે કચ્યુ અશરફભાઈ તૈલી નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો સદામની તલાશી લેતા તેના કબજામાંથી 1 કિલો 9 ગ્રામ ગાંજો મળી આવ્યો, જેની કિંમત 50,450 રૂૂપિયા આંકવામાં આવી છે.
ઉપરાંત, તેની પાસેથી 5,000 રૂૂપિયાનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સદામ ઉર્ફે કચ્ચુ અગાઉ પણ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુન્હામાં પકડાઈ ચૂક્યો છે. આ સફળ કામગીરી એસઓજી ના પી.આઈ. એફ.એ. પારગી અને પી.એસ.આઈ. કે.એમ. ચાવડા સહિતની ટીમે પાર પાડી હતી. હાલ, આરોપી વિરુદ્ધ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ શરૂૂ કરી છે.
