રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ માર્કેટ યાર્ડના વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, 54 લાખના 90 લાખ ચૂકવી દીધા છતાં ધમકી આપી

01:51 PM Dec 27, 2024 IST | Bhumika
Advertisement

ગોંડલ એપલ વીલા સોસાયટી ધોળકીયા સ્કુલની બાજુમા બાલાજી હોલ પાસે રહેતા અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમા સી.સી. એન્ટરપ્રાઈઝનામની પેઢી ધરાવતા વેપારીએ જણસની ખરીદી માટે મામા સહીતના ગોંડલ અને પોરબંદરના ચાર વ્યાજખોરો પાસ થી રૂૂ.54 લાખ વ્યાજે લીધા હોય જેનું વ્યાજ સહીત રૂૂ.90 લાખ ચૂકવી દીધા છતાં વધુ 44 લાખ પડાવવા માટે ચારેય શખ્સોએ વેપારીની ધમકી આપી તેના ભત્રીજા ઉપર હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ગોંડલ એપલ વીલા સોસાયટી ધોળકીયા સ્કુલની બાજુમા બાલાજી હોલ પાસે રહેતા અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમા સી.સી.એન્ટરપ્રાઈઝનામની પેઢી ધરાવતા છગનભાઈ પરસોત્તમભાઈ ગઢીયા (ઉ.વ.62)ની ફરિયાદને આધારે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસે છગનભાઈના મામા ગોંડલના વલ્લભ સામજીભાઈ ખુંટ ,ક્રીમેશ વલ્લભ ખુંટ,પોરબંદરના નગા શિવા ઓડેદરા અને કરણ સામે ગુનો નોંધ્યો છે. છગનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગોંડલ માર્કેટીંગ યાર્ડમા સી.સી.એન્ટરપ્રાઈઝનામની પેઢી આવેલ હોય વલ્લભભાઈ તેના મામા થતા હોય પોતે ગોંડલ માર્કેટીંગ યાર્ડમા લસણ ડુંગળીનો વેપાર કરતો હોય જેથી મારે અવાર નવાર માલની લે વેચ બાબતે પૈસની જરુરીયાત હોય જેથી મામા પાસેથી પૈસા લેતા હતા અને જણસ વેચાયે પરત આપી દેતા જેના બદલે મામા તેમની પાસેથી ત્રણ ટકા થી 10 ટકા મહીનાનું વ્યાજ વસુલતા હતા.

 

2018 થી મામા-ભાણેજ વચ્ચે આ નાણાકીય વ્યવહાર ચાલુ હતો મામા વલ્લભભાઈ પાસેથી કટકે કટકે આશરે 54 લાખ સી.સી.એન્ટરપ્રાઈઝ તથા એમ.પી.પટેલ એમ બન્ને ખાતામા નાખેલ હતી અને તે રૂૂપિયા વ્યાજ સહીત આર.ટી.જી.એસ. તથા રોકડા વ્યાજ સહીત આશરે રૂૂ.90 લાખ જેટલી રકમ ચુકવી આપેલ છે અને વ્યાજ સહીતની રકમનો છેલ્લે હીસાબ કરતા તા.07/11/2021 ના રોજ રૂૂ.4,94,000/- નો બાકી રહેતો હતો તે પૈસા વ્યાજ સહીતના ચુકવવાના બાકી હોય જે ચુકવવા અને તે બાબતે લખાણ કરી આપવા માટે છગનભાઈએ વાત કરી હતી.ત્યારે મામા વલ્લભભાઈએ કહેલ તને તો મારી ઉપર ભરોસો નથી લખાણની શું જરૂૂર છે ? બાદમાં વલ્લભભાઇએ તા.25/11/2024 ના રોજ રૂૂ. 18,00,000 માંગે છે એવી નોટીશ મોકલાવેલ હતી. હકીકતમા તેઓ ભાણેજ છગનભાઈ પાસે પૈસા માંગતા ન હોય જેથી છગનભાઈએ વકીલ મારફતે જવાબ પણ કરેલ હતો.

બાદમાં મામા વલ્લભભાઈ પાસથી હવાલો લઇ પોરબંદરવાળો નગાભાઈ શીવાભાઈ ઓડેદરા તથા કરણભાઈ અને વલ્લભના પુત્ર ક્રીમેશે ધમકી આપતા સમાધાન માટે છગનભાઈની ઓફિસે ભેગા થયા હતા જ્યાં વલ્લભ અને તેના પુત્ર સહિતના ચારેયે ભત્રીજા ભીતીક ઉપર હુમલો કર્યો હતો. અને10 ટકા વ્યાજ સહીત વધુ રૂૂ.44 લાખ માંગ્ય હતા. આ મામલે ગોંડલ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Tags :
crimegondalgondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement