ચોટીલા, ગોંડલમાં થર્ટી ફર્સ્ટ માટે મગાવેલો 91.32 લાખનો દારૂ ઝડપાયો
ચોટીલા પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીના બે દરોડામાં રૂા.1.16 કરોડનો મુદ્દામાલ કબજે
31 ડીસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે સૌરાષ્ટ્રના બુટલેગરો સજ્જ થઈ ગયા હોય ત્યારે પોલીસે પણ 31 ડીસેમ્બર પૂર્વે ગેરકાયદેસર ઘુસતા વિદેશી દારૂૂ ઉપર વોચ રાખી રહી છે. સૌરાષ્ટ્રના યાત્રાધામ ચોટીલા અને ગોંડલના પાટીદળ ગામે પોલીસના બે દરોડામાં રૂૂ.91.32 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.
ચોટીલાના મોલડી ગામની નજીકમાં વિદેશી દારૂૂનું કટીંગ ચાલુ હોય ત્યારે જ ચોટીલા પોલીસ મથકના પી.આઈ એચ.જી.ગોહિલ અને તેમની ટીમે દરોડો પાડતા દોડધામ મચી હતી એક ટ્રેલર ટ્રક અને બોલરો પીક અપ માં અમુક લોકો ટ્રેઇલરમાંથી બોક્સ ઉતારી પીક અપ માં ભરતા હતા હતા તે સમયે જ પોલીસ ત્રાટકતા અફડાતફડી નાસભાગ મચી ગયેલ અંધારામાં લોકો નાસી છુટયાં હતા. પોલીસે રૂૂ.65.29 લાખની કીમતની 935 પેટી દારૂૂ તેમજ ટ્રેલર ટ્રક અને બોલરો પીક અપ મળી કુલ રૂૂ.90.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં ચોટીલા પોલીસની તપાસમાં બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાનાં ખાંભડા ગામનાં મુનાભાઈ અમકુભાઇ ખાચર, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, રણજીતભાઇ મનુભાઇ સાંથળીયા, કિશોરભાઈ વિજાભાઇ સાંથળીયા, વિશાલ કોળી, સુરેશભાઈ મારવાડી, ટ્રેલર ટ્રકનો ચાલક અને માલિક, બોલેરોનો ચાલક અને માલિક, દારૂૂનો જથ્થો મોકલનાર, તેમજ જથ્થો ઉતારવા આવનાર માણસો તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂૂદ્ધ ગુનો નોંધાવી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.પકડાયેલા મોબાઇલ આધારે તપાસ હાથ ધરી સ્થાનિક બુટલેગરની સંડવણી હોવાની આશંકાએ તપાસ હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બીજો દરોડો ગોંડલ તાલુકાના પાટીદળ ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પડયો હતો જેમાં રૂૂ.26,03,208 ની કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પડ્યો હતો. એલસીબીના દરોડામાં બુટલેગર ફરાર થઇ ગયો હતો. 31 ડીસેમ્બર માટે મંગાવેલ આ દારૂૂનો જથ્થો રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પકડી પાડી વધુ તપાસ શરુ કરી છે.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્રારા આગામી 31 ડીસેમ્બર ના તહેવાર અનુસંધાને દારૂૂની પ્રવૃતિ કરતા બુટલેગરો ઉપર વોચ રાખી દરોડા પાડવા સુચના આપવામાં આવી હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ. સી.બી. શાખાના પીએસઆઈ એચ.સી. ગોહીલ સ્ટાફે સાથે રાત્રે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ અને મહિપાલસિંહ ચુડાસમાને મળેલ સયુક્ત બાતમીને આધારે ગોંડલ તાલુકાના પાટીદળ ગામમાં હાઇબોન્ડ સિમેન્ટ ફેક્ટરી તરફ જવાના રસ્તે 100 વારીયા પ્લોટ વિસ્તારમાં આવેલ પડતર મકાનમાં પાટીદડ ગામનો બુટલેગર અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણા દારૂૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી રૂૂ.26,03,208ની કીમતની 350 પેટી વિદેશી દારૂૂ એટલે 6,792 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.
એલસીબીના દરોડામાં ગોંડલના પાટીદડનો બુટલેગર અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણા ફરાર થઇ ગયો હતો. જેની એલસીબીની ટીમે શોધખોળ શરુ કરી છે.