માદક પદાર્થની હેરાફેરીમાં પકડાયેલ ગોંડલનો શખ્સ પાસામાં ધકેલાયો
જિલ્લામાં નાર્કોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા અગાઉ માદક પદાર્થોની હેરાફેરી માં સંડોવાયેલા ગોંડલના શખ્સને પાસા હેઠળ સુરત જેલ હવાલે કર્યો હતો.
નાર્કોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા બાબતેના કાયદા હેઠળ ડીટેઇન કરવાની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂૂધ્ધ પાસા ની કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા સુચના આપવામાં આવી હોય. તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝના ડીઆઈજી દ્રારા એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખવા તેમજ આવા કેસમાં દરખાસ્ત તૈયાર કરી ડી.જી.પી. સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ સમક્ષ મોકલવા સુચના કરેલ હોય જેથી આવી કાર્યવાહી કરવાથી માદક પદાર્થનો વેપાર ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોની આર્થિક તથા સામાજીક સુખાકારીને પાયમાલીના માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ રાષ્ટ્રને નુકશાન થતુ અટકે તેમજ યુવાધન આવી બદીથી દુર રહે અને કાયદાનો કડક અમલ થાય તે માટે રાજકોટ જિલ્લા ના ગોંડલમાં પુનીતનગર, તુલસી ટાવરની બાજુમાં મણીધર કૃપા મકાનમાં રહેતા કમલેશભાઇ ઉર્ફે ડોકટર મુળજીભાઇ ભાયાણી ( ઉ.વ.48) સામે પાસા ની દરખાસ્ત તૈયાર કરી મોકલતા કમલેશને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવા હુકમ કરતા તેને જેલ હવાલે કરવા તજવીજ કરવામાં આવેલ હતી.
એસ.ઓ.જી.શાખાના પી.આઈ એફ.એ.પારગી, તથા પીએસઆઇ કે.એમ.ચાવડા તથા પી.બી.મિશ્રા, તથા એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ. શિવરાજભાઇ ખાચર, મયુરભાઇ વિરડા, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, વિરરાજભાઇ ધાધલ, તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહીલ, રામદેવસિંહ ઝાલા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા એ કામગીરી કરી હતી.