ગોંડલ : જામીન મળ્યા બાદ વકીલ પાતરની તબિયત લથડી
ગોંડલ નાં જાહેર જીવન નાં આગેવાનો તથા તેના પરીવાર વિષે અભદ્ર ટિપ્પણીઓ કરતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ કરનાર બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયાની મદદગારી માં ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે પકડેલા એડવોકેટ દિનેશભાઈ પાતર જામીન મુક્ત થયા બાદ તેની તબિયત લથડતા પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યા હતા.
બનાવ ની જાણ થતા મેઘવાળ સમાજ નાં યુવાનો નાં ટોળા દિનેશભાઈ નાં સમર્થન માં હોસ્પિટલ માં એકઠા થયા હતા.અને દિનેશભાઈ પાતર ને પોલીસ ખોટી રીતે ફીટ કરતી હોવાનાં આક્ષેપ સાથે ઉગ્રતા વ્યાપી હતી.એક તબ્બકે પોલીસ ને હોસ્પિટલ માં નહી આવવા નું કહી આક્રોશ જતાવ્યો હતો.અને વાતાવરણ તંગ બન્યુ હતુ.
હોસ્પિટલ નાં બિછાને થી દિનેશભાઈ પાતરે જીલ્લા પોલીસ વડા સામે આક્ષેપ કરી એક પછી એક પછી ગુન્હામાં ખોટી રીતે ફીટ કરી રહ્યાનુ જણાવ્યુ હતુ તેમણે વધુમાં કહ્યુ કે રાજકુમાર જાટ નાં સીસી ફુટેજ જીલ્લા પોલીસ વડા પાસેછે.જે જયરાજસિહ તથા ગણેશ નાં છે.આ અંગે હું જાહેરમાં બોલ્યો એટલે મને ખોટીરીતે ફીટ કરાઇ રહ્યોછે.હું મારા ક્લાયન્ટ ને મળવા ગયો હતો અને મને ગુનેગાર બનાવી દેવાયો છે.પોલીસ મને ત્રાસ આપી રહીછે.લોકઅપ માં ગોંધી રાખેછે.મારી કોઈ સલામતી નથી.સુલતાનપુર પોલીસ માં મારા બપોર સમયે જામીન થઈ ગયા હોવા છતા સાંજ સુધી પોલીસે મને ગોંધી રાખ્યો હોય મારી તબિયત લથડી છે.પોલીસ મને ખોટી રીતે ગુજસીકોટ માં ફીટ કરી દેશે તેવી મને દહેશત છે.તેવુ જણાવ્યું હતું.સિવિલ હોસ્પિટલ માં તબીબી સ્ટાફે દિનેશભાઈ પાતર ની સઘન સારવાર શરુ કરી હતી.બાદ માં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
પિયુષ રાદડીયા પણ બેભાન થઇ જતા રાજકોટ ખસેડાયો
ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરાની મદદગારી નાં ગુન્હામાં સુલતાનપુર પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ગુન્હામાં જામીન મુક્ત થયેલા દિનેશભાઈ પાતર ની તબિયત લથડતા સારવાર માં પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટ ખસેડાયા બાદ અન્ય આરોપી પિયુષ રાદડીયા ની પણ તબિયત લથડતા ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા બાદ બેભાન થઇ જતા પોલીસ જાપ્તા સાથે રાજકોટ ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા છે.પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં જાહેર જીવન નાં આગેવાનો અને તેના પરિવાર ની મહીલાઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ અને વાણીવિલાસ સાથે સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ કરનાર બન્ની ગજેરા સામે સુલતાનપુર પોલીસ માં ફરિયાદ થતા તેની મદદગારી કરવાનાં ગુન્હામાં પિયુષ રાદડીયાની પણ ધરપકડ કરાઇ હતી.બાદમાં મોડી સાંજે જામીન મુક્ત થતા ગોંડલ બીથડીવીઝન માં ભરતભાઇ ઢોલરીયાએ પોતાની તથા તેના પરિવાર ની મહીલાઓ ની બદનામી થાય તે પ્રકારે વિડીયો વાયરલ કરવા અંગે બન્ની તથા પિયુષ રાદડીયા સામે ફરિયાદ કરી હોય બીથડીવીઝન પોલીસે તેની ઘરપકડ કરતા પોલીસ સ્ટેશન માં તબીયત લથડતા સિવિલ હોસ્પિટલ માં લવાયો હતો.ત્યાં પિયુષ બેભાન થઇ જતા તેને પોલીસ જાપ્તા વચ્ચે રાજકોટ ખાનગી હોસ્પિટલ માં ખસેડાયો છે.