ગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યા
સુરતના પુણા ગામના રત્નલાકારે કામરેજ દાદા ભગવાન રોડ ઉપર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાન લેવા માટે શખ્સને કુલ રૂૂ.12.92 લાખ ચૂકવ્યા હતાં. પણ નાણા લેનાર શખ્સે મકાનનો દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો.
વધુ વિગતો મુજબ,સુરતના પુણા ગામે સાંજેતધામ સોસાયટી લક્ષ્મીનગરમાં લાલજી પાંચાભાઈ ડામસીયા (ઉ.વ.53, મૂળ રહે.ગોંડલ, જી.રાજકોટ) પરિવાર સાથે રહે છે તેે રતકલાકાર તરીકે કામ કરે છે.બે વર્ષ અગાઉ 2023માં લાલજીભાઈને દવાખાનાના ખર્ચની જરૂૂર પડતા સાથે કામ કરતા ભુપતભાઈને વાત કરતા આશિષ મનસુખભાઈ પેથાણી (રહે.લક્ષ્મી રેસીડેન્સી, કામરેજ, જી.સુરત) લોન આપવાનું કામ કરે છે તેમ કહી ઓફિસે લઈ ગયા હતા. જ્યાં આશિષ પેથાણીએ લાલજીભાઈને રૂૂ.2.35 લાખની લોન કરી આપી હતી. બાદમાં લાલજીભાઈએ મકાન લેવાની વાત કરતાં આશિષ પેથાણીએ તા. 18-05-2023ના રોજ કામરેજ ખાતે દાદા ભગવાન રોડ ઉપર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાન બતાવ્યું હતું.
જે મકાનને સીલ મારી યુનિયન બેન્કનું બોર્ડ મારેલું હતું અને બીજા બોર્ડ ઉપર મિલકત ઈ-હરાજીથી બેન્ક દ્વારા વેચવાનું છે એવું બોર્ડ હતું. જે મિલકત લેવા માટે લાલજીભાઈએ તૈયારી બતાવતા આશિષે મકાનની કિંમત રૂૂ.10.93 લાખ નક્કી કરી હતી. અને જેમાં લોન કરવી પડશે તેમ કહેતા બુકિંગ પેટે પ્રથમ ડી.ડી રૂૂ.2.17 લાખનો બનાવી આપ્યો હતો. બાદમાં લાલજીભાઈએ આશિષને ટુકડે ટુકડે કુલ રૂૂ.12,92,000 મકાન ખરીદી પેટે ચૂકવી આપી મકાનનો દસ્તાવેજ કરવાનું જણાવતા આશિષ પેથાણીએ અવારનવાર બહાના બતાવી દસ્તાવેજ ન કરી આપતા પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.