For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેણું ઉતારવા ગોંડલના વેપારીને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા : બે શખ્સો રિમાન્ડ પર

12:01 PM Jul 16, 2024 IST | Bhumika
દેણું ઉતારવા ગોંડલના વેપારીને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા   બે શખ્સો રિમાન્ડ પર
Advertisement

પડધરીના ખજુરી ગામે ગોંડલના રેતી-કપચીના વેપારીને મળવા બોલાવી હનીટ્રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી છરીની અણીએ 1.07 લાખની માલમત્તા પડાવી લેવાના ગુનામાં પકડાયેલી મહિલા સહિત ત્રણ શખ્સોની આગવીઢબે પુછપરછ કરતા દેણુ ઉતારવા માટે ગુનો આચર્યાની કબુલાત આપી છે. જ્યારે આ ત્રીપુટી અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પકડાઈ ચુકી છે. પોલીસે બે શખ્સોને રિમાન્ડ પર મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.

આ બનાવ અંગેની વધુ જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ડૈયા ગામના રેતી-કપચીના ધંધાર્થી નિતેષભાઈ રાઠોડને હનીટ્રેપમાં ફસાવી પડધરીના ખજુરી ગામે બોલાવી ડ્રગ્સના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ છરીની અણીએ રોકડ અને સોનાના ચેઈન પડાવી લીધા હતાં. આ ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખી રાજકોટ રહેતા અરવિંદ ઉર્ફે અનિલ આંબાભાઈ ગજેરા, સુરેશ ધરમશી ગોધાણી અને જીન્નત ઉર્ફે બેબી રફીક મકવાણાની ધરપકડ કરી હતી.

Advertisement

પોલીસની પુછપરછમાં આ ત્રિપુટીએ અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પકડાઈ ચુકી હતી અને દેણું ઉતારવા માટે જ ગોંડલના વેપારીને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યાની કબુલાત આપી છે. પોલીસે આરોપી અરવિંદ ગજેરા અને સુરેશ ગોધાણીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે બન્ને આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.

આ કામગીરી પડધરીના પીએસઆઈ જી.જે. ઝાલા સહિતના સ્ટાફ ચલાવી રહ્યો છે. અને આ ત્રિપુટી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે મુદ્દે પુછપરછ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement