ગોંડલનો બુટલેગર પાસા હેઠળ સુરત જેલ હવાલે
12:00 PM Apr 07, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ગોંડલ વિસ્તારમાં અવાર-નવાર પ્રોહીબીશન પ્રવૃતિઓમાં પકડાયેલ આરોપી અજય ઉર્ફ પંકજ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.27 રહે. પાટીદળ) સામે ગોંડલ તાલુકા દ્વારા અવાર-નવાર પ્રોહીબીશનના ગુનાઓ આચરતો હોય તેમાં વિરૂૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી. જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ તરફ મોકલતા જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા અજય પાસા મંજુર કરી તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હતો.
પ્રો. આઈપીએસ ડો.નવીન ચક્રવર્તીની સુચનાથી તાલુકા, એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર, વી.વી. ઓડેદરા દ્વારા એલ.સી.બી. ટીમ તથા ગોંડલ તાલુકા પોલીસની ટીમ દ્વારા અજયને ગોંડલ ખાતેથી શોધી પાસા અટકાયત હુકમની બજવણી કરી તેને પોલીસ જાપ્તા સાથે સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ હતો.
Next Article
Advertisement