લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યું
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ અંકિતા ઓઝા જેવા ઢગલાબંધ ભ્રષ્ટાચારીઓ સક્રિય છે. અંકિતા ઓઝા ની જેમ જ અન્ય ભ્રષ્ટ અધિકારીઓ પણ પોતાની બેનંબરી કમાણી સંતાડવા અનેક રીતરસમ અપનાવે છે. મહેસાણાના બેંક લોકરમાંથી પોણા કરોડ રૂૂપિયાનું સોનું/ચાંદી મળી આવતા અંકિતા ઓઝા ની મુશ્કેલીઓ વધી ગઈ છે. અંકિતા બાબુલાલ ઓઝાએ ભ્રષ્ટાચાર થકી કરેલી કાળી કમાણી છુપાવવા માટે સોનાનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. નાયબ કલેક્ટર અંકિતા ઓઝા એ 10 વર્ષની નોકરીમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તે આગામી દિવસોમા એસીબી ની તપાસમાં સામે આવશે.
દસેક વર્ષની સરકારી નોકરી કરનારા અંકિતા ઓઝાની એકાદ વર્ષ અગાઉ પાલનપુર સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન કચેરી ખાતે નિમણૂક થઈ હતી. સ્ટેમ્પ ડયુટીમા ફરજ બજાવતા નાયબ કલેક્ટર અંકિતા બી. ઓઝા/અંકિતા પી. ઓઝાએ એક વર્ષ અગાઉ બેંક ઑફ બરોડાની મહેસાણા શાખામાં આવેલું લોકર પતિના નામે તબદિલ કર્યું હોવાનું સામે આવ્યું છે. એસીબીના મહિલા પીઆઈ ની તપાસમાં બેંક લોકર અંકિતા ઓઝાના પતિ પ્રશાંત રમણભાઈ પ્રજાપતિ અને પતિના મિત્રના નામે નીકળ્યું છે. નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના પતિ પ્રશાંત પ્રજાપતિ ઓએનજીસી કર્મચારી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.એસીબી પીઆઇ મોર દ્વારા સરકારી પંચો સાથે રાખી અંકિતાના પતિ તેમજ બેંક કર્મચારીની હાજરીમાં મંગળવારની બપોરે બેંક લોકર નંબર ખોલવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડા મહેસાણા ખાતે બેંક લોકર ખોલતા સમયે સમગ્ર ઘટનાક્રમની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. એસીબીએ બેંક લોકરમાથી મળી આવેલા રૂૂપિયા 74.89 લાખના સોનાના 10 બિસ્કીટ, 7 લગડી અને સોના/ચાંદીના દાગીના કબજે/પંચનામું કર્યુ હતુ .
બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન ના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર મોરને તપાસ સોંપવામાં આવી હતી. નાયબ કલેકટરનાં ઘર તેમજ ઓફીસમા સર્ચ દરમ્યાન મહત્વનાં દસ્તાવેજો પણ કબજે કરવામા આવ્યા હતા . દરમિયાનમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેલા અંકિતા ઓઝાએ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. ધરપકડ થયાના દસેક દિવસમાં જ જામની માટે કરી હતી જે નામંજુર થઇ છે .