For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના મેઘપર ગામમાં કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રૂા.22 લાખના સોનાની તસ્કરી

01:27 PM Sep 19, 2025 IST | Bhumika
જામનગરના મેઘપર ગામમાં કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રૂા 22 લાખના સોનાની તસ્કરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખતા એક બુઝુર્ગ કે, જેઓ દ્વારા ગઈકાલે મેઘપર પડાણા પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી રૂૂપિયા 22 લાખની કિંમતના 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.

Advertisement

થોડા દિવસ પહેલા જેઓના ઘરમાં જામનગર થી બે મહેમાન આવ્યા હતા, જેઓને ઉપરોક્ત દાગીના બતાવ્યા હોવાથી તેઓએ તેની ચોરી કરી હોવાની શંકા દર્શાવતાં એલસીબીની ટુકડી આ બાબતમાં તપાસમાં કામે લાગી છે, અને નજીકના ભવિષ્યમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તે મનાઈ રહ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટર રાખતા કિશોરસિંહ કેશુભા જાડેજા નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓએ ગઈકાલે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે, કે તેઓના પરિવારના 350 ગ્રામની કિંમતના સોનાના જુદા જુદા દાગીના કે જેની કિંમત અંદાજે 22 લાખ રૂૂપિયા જેટલી થાય છે, તે દાગીના તેઓએ પોતાના ઘરના પેટી પલંગમાં એક થેલી માં સંતાડીને રાખ્યા હતા. ત્યાંથી કોઈ તસ્કરો કોઈ પણ સમયે ચોરી કરી લઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

Advertisement

ગઈકાલે એક પ્રસંગમાં જવાનું હોવાથી દાગીના પહેરવા માટે ચેક કરતાં ઉપરોક્ત તમામ ઘરેણા ગાયબ થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જે ફરિયાદ બાદ સૌપ્રથમ મેઘપર પોલીસ ની ટિમ દોડતી થઈ હતી, અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી હતી, તેમજ પરિવારના અન્ય સભ્યના નિવેદનો નોંધ્યા હતા.

ઉપરોક્ત મસ મોટી ચોરીની ફરિયાદને લઈને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ દોડતી થઈ હતી, અને ફરિયાદી અને તેમના પરિવાર ની પૂછપરછ શરૂૂ કરતાં આજથી 15 દિવસ પહેલા જામનગર થી બે સગા સબંધીઓ મહેમાન બનીને ફરિયાદીના ઘેર રોકાયા હતા, તેઓને ઉપરોક્ત દાગીના બતાવ્યા હતા. જેથી તે બંને ચોરી કરી ગઈ છે કે કેમ, તે અંગે શંકા દર્શાવાઈ હતી. જેથી એલસીબી ની ટિમ દ્વારા આ બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી દેવાઇ છે, અને નજીકના ભવિષ્યમાં જ આ ચોરી નો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement